GSTV

ક્વિક રિએક્શન મિસાઈલનું કરાયુ પરિક્ષણ, જમીનથી હવામાં 30 કિલોમીટર સુધી કરી શકે છે માર

Last Updated on August 4, 2019 by Mansi Patel

ભારતે રવિવારે ઓડિશાના ચાંદીપુર સ્થિત પરિક્ષણ રેમ્જથી ઓલ વેધર અને ઓલ રેટેન ક્વિક રિએક્શન સરફેઝ ટુ એર મિસાઈલ (QRSAM)નું પરિક્ષણ કરવામાં આવ્યુ છે. આ અત્યાધુનિક મિસાઈલને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન(DRDO)એ ભારતની સેના માટે વિકસિત કરી છે. ડીઆરડીઓનાં સૂત્રોએ જણાવ્યુ હતુકે, એર ડિફેન્સ સિસ્ટમ, QRSAMનું પરિક્ષણ સવારે 11.05 વાગ્યે એક ટ્રક આધારિત લોન્ચ યુનિટથી કરવામાં આવ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યુ હતુકે, ઓલ વેધર અને ઓલ ટેરેન મિસાઈલને એક ટ્રક પર લગાવી શકાય છે. અને એક કનસ્તર પર રાખી શકાય છે. સાથે જ આ ઈલેક્ટ્રોનિક કાઉન્ટર સિસ્ટમથી ભરેલી હોય છે. જેનાંથી આ એરક્રાફ્ટની રડારનાં ઝામરની સામે જઈને માર કરી શકે છે. સૂત્રોનું કહેવું છેકે, QRSAM નક્કર-બળતણ પ્રોપેલેંટનો ઉપયોગ કરે છે અને તેની રેન્જ 25-30 કિ.મી. છે.

જણાવી દઈએકે, QRSAMનું પહેલું પરીક્ષણ 4જૂન 2017નાં રોજ કરાયુ હતુ. ત્યારબાદ 26 ફેબ્રુઆરી 2019એ એકજ દિવસમાં સફળતાપૂર્વક બે રાઉન્ડ ટ્રાયલ કરાયુ હતુ. બંને મિસાઈલનું પરિક્ષણ વિભિન્ન ઉંચાઈ અને સ્થિતિઓ માટે કરવામાં આવ્યુ હતુ. સૂત્રોનું કહેવું છેકે, પરીક્ષણ ઉડાનોએ પોતાની એરોડાયનેમિક્સ, પ્રોપલ્શન, માળખાકીય પ્રદર્શન અને ઉચ્ચ દાવપેચ ક્ષમતાઓ સફળતાપૂર્વક દર્શાવવામાં આવી હતી.

READ ALSO

Related posts

કાળા અંગ્રેજો: દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો

Pravin Makwana

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!