દેશમાં મોટા ભાગના લોકો લોન પર ટુ વ્હીલર ખરીદતા હોય છે. પહેલાની સરખામણીએ હવે લોન લેવી ઘણી સરળ બની ગઈ છે. તેમ છતાં ઘણાં લોકોને અડચણો આવતી હોય છે. જેથી તેઓને વ્હિકલ ખરીદવામાં મુશ્કેલી પડે છે. જો તમે કેટલીક નાની મહત્વની બાબતો જાણતા હોવ તો મોટરસાઇકલ અથવા કોઈપણ ટુ વ્હીલર માટે સરળતાથી લોન મળી જશે.

ક્રેડિટ સ્કોર મુજબ તમે બાઇકની કિંમતના 85 ટકા સુધીની લોન મેળવી શકો છો. તો કેટલીક કંપનીઓ 90થી 95 ટકા સુધીની લોન આપે છે. હવે બેંકોની સાથે સાથે NBFC પણ મોટી માત્રામાં લોન આપી રહી છે. NBFC અને ધિરાણકર્તાઓએ હવે લોન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજીટલ કરી દીધી છે.
ગ્રાહકે લોન એપ્લિકેશન કરતાં સમયે લાપરવાહી ન કરવી. તમે લોનની અરજી ઓફલાઈન કરતા હોવ કે ઓનલાઈન પરંતુ ફોર્મમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખો. નહિતર આગળ જતાં ઘણી વખત આ નાની ભૂલો લોનની એપ્લિકેશનને રિજેક્ટ કરાવી શકે છે. અથવા લોન મળવામાં મોડું થઈ શકે છે.
લોન માટે અરજી કરતા પહેલા, કોઈપણ બેંક અથવા LBFC પાસેથી લોનની પાત્રતા વિશે જાણી લેવું. આનાથી તમને તરત જ લોન મેળવવામાં સરળતા રહેશે. નહિંતર તમે લોન માટે દોડશો અને લોન નહીં મળે. અલગ-અલગ ધિરાણકર્તાઓએ અરજદારની યોગ્યતા ચકાસવા માટેના જુદા જુદા માપદંડો બનાવેલા છે. સામાન્ય રીતે લોન માટે અરજી કરતી વખતે આ શરતો પૂરી કરવી જરૂરી છે.
તમારી પાસે કાયમી રહેઠાણનું સરનામું હોવું આવશ્યક છે. ઓછામાં ઓછું એ પણ જરૂરી છે કે તમે 12 મહિનાના સમયગાળા માટે ભારતના નાગરિક હોવ. જો તમે ભાડે લેતા હોવ તો ભાડા કરાર કરાવેલો હોવો જોઈએ.
ઉંમર મર્યાદા વિશે વાત કરીએ તો લોન માટે અરજી કરતી વખતે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને લોન મેચ્યોરિટી સમયે મહત્તમ 65 વર્ષ હોવી જોઈએ. લોન લેનાર લોનધારકનો સીબિલ સ્કોર 650+ એ સારો સ્કોર માનવામાં આવે છે.
રોજગાર સ્થિતિ સારી હોવી જરૂરી છે. અથવા જો તમારી પાસે સ્વ-રોજગાર છે, તો તમારે તમારી કંપનીનું IT રિટર્ન ધિરાણકર્તાને સબમિટ કરવું જરૂરી છે.
આ દસ્તાવેજો જરૂરી
KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે, તમારે દસ્તાવેજો સંભાળીને રાખવા જોઈએ. આ દસ્તાવેજોમાં તમારી નિયમિત આવક ચકાસવા માટે ઓળખની ચકાસણી માટે ID અને એડ્રેસ પ્રૂફ, સેલેરી સ્લીપ, આઈટી રિટર્ન, અને તમારા રેગ્યુલર ઈનકમને વેરિફાઈ કરવા માટે બેંક સ્ટેટમેન્ટ શામેલ રાખવું જરૂરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ