GSTV
Home » News » યુપીમાં EVMની સુરક્ષા પર વિપક્ષનો હોબાળો, ચૂંટણી પંચે આરોપોને ગણાવ્યાં નિરાધાર

યુપીમાં EVMની સુરક્ષા પર વિપક્ષનો હોબાળો, ચૂંટણી પંચે આરોપોને ગણાવ્યાં નિરાધાર

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ફરી એક વખત વિપક્ષ ઈવીએમની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યું છે. તેવામાં ઉત્તરપ્રદેશના ગાજીપુર, ચંદૌલીમાં થયેલી ઘટના પર હવે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. ઈવીએમમાં ગરબડીઓ પર ચૂંટણી પંચે કહ્યું કે કે સ્ટ્રોંગ રૂમને લઈ ઉમેદવારો દ્વારા જે સવાલો ઉભા કરાયા હતા હતા તે ઉકેલી દેવાયા છે.

તમામ મુદ્દાઓને આધાર બનાવીને ચૂંટણી પંચે કહ્યું છે કે દરેક કાઉન્ટિંગ સેન્ટર પર ઈવીએમ અને વિવિપેટને રાજકીય પક્ષોની સમક્ષ વીડિયોગ્રાફી કરીને સુરક્ષિત રખાયા છે. અને તે જે જગ્યાએ રખાયા છે ત્યાં સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે. સુરક્ષામાં સીપીએએફના જવાનોને તૈનાત કરાયા છે. ઉમેદવારોને પણ સ્ટ્રોંગરૂમમાં જવાની પરવાનગી અપાઈ છે ત્યારે એવામાં ચૂંટણી પંચ પર ઈવીએમની સુરક્ષા પર સવાલો ઉઠાવીને આરોપ લગાવવા નિરાધાર છે.

Read Also

Related posts

આ સુપર મોડલ બની દુનિયાની સૌથી સુંદર મહિલા, વૈજ્ઞાનિકોએ માન્યું બ્યૂટી સ્ટાન્ડર્ડ પ્રમાણે પરફેક્ટ

Kaushik Bavishi

Aadhar card બનાવવા ગઈ હતી યુવતિ, સતત એક મહિનાથી થતું રહ્યું એવું કે……

pratik shah

બિહારઃ ડાંસ જોઈને મદહોશ ASI હવામાં લહેરાવા લાગ્યા પિસ્તોલ, મળી આ સજા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!