GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ગેંગસ્ટર Vikas Dubey એન્કાઉન્ટર પર આ નેતાઓએ ઉઠાવ્યા સવાલ

Vikas Dubey Encounter

કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર Vikas Dubey નું આખરે 8 દિવસ બાદ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. વિકાસને કાનપુર લઈને એસટીએફની ટીમને અકસ્માત નડ્યો જેમાં તેણે ભાગવા પ્રયાસ કર્યો અને પોલીસના ગોળીબારમાં આખરે તેને ઠાર મારવામાં આવ્યો, જોકે, આ એન્કાઉન્ટર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સવાલો ઉઠાવ્યા છે,

આખરે જેનો શક હતો તે જ થઇને રહ્યું: દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે ટ્વીટ કરી જણાવ્યું કે આખરે જેનો શક હતો તે જ થઇને રહ્યું, વિકાસ દુબેના ક્યા ક્યા રાજકીય લોકો, પોલીસ તેમજ અધિકારીઓ સાથે સંપર્ક હતો તે હવે ઉજાગર નહીં થઇ શકે, છેલ્લા 3-4 દિવસોમાં વિકાસ દુબેના અન્ય બે સાથીદારોનું પણ એન્કાઉન્ટર થયું છે પરંતુ ત્રણેય એન્કાઉન્ટરની પેટર્ન એકસમાન કેમ છે,

કોના ભરોસે વિકાસ ડૂબે મધ્યપ્રદેશ આવ્યો હતો?

અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે એ જાણવું જરૂરી છે કે વિકાસ દુબેએ મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરને સરન્ડર કરવા માટે કેમ પસંદ કર્યું, મધ્યપ્રદેશના ક્યા વગદાર વ્યક્તિના ભરોસે તે અહીં યુપી પોલીસના એન્કાઉન્ટરથી બચવા આવ્યો હતો,

અખિલેશ યાદવના આકરા સવાલ

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર અંગે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે  ટ્વિટ કરી યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ કે,  આ કાર પલટી નથી. પરંતુ, સરકાર પલટતા બચી ગઈ છે.

તો, આ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ યોગી સરકાર પર યુપીમાં વધી રહેલી ગુનાખોરી અંગે સવાલ કર્યા હતા.

READ MORE:

Related posts

અર્થતંત્રને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા અને આર્થિક મહામારીમાંથી બહાર લાવવા નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાનની સલાહ

pratik shah

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!