GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

કર્ણાટકમાં યેદિયુરપ્પાની શપથવિધિ પર ઉઠ્યા સવાલો, કોંગ્રેસે Tweet કરી લગાવ્યા આરોપો

ભારતીય જનતા પાર્ટીના બીએસ યેદિયુરપ્પા એકવાર ફરી કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સાંજે 6 વાગ્યે બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ લેશે. આ વચ્ચે કર્ણાટક કોંગ્રેસ તરફથી બીજેપી પર નિશાનો સાધવામાં આવ્યો છે. કર્ણાટક કોંગ્રેસે આરોપ લગાવ્યો છેકે, લોકતંત્રની હત્યા કરાઈ રહી છે. કર્ણાટક કોંગ્રેસે ટ્વીટ કરી છેકે, ભ્રષ્ટાચારના આઈકન અને જેલમાં સજા કાપી ચૂકેલાં બીએસ યેદિયુરપ્પાએ એકવાર ફરી હોર્સ ટ્રેડિંગનો ઉપયોગ કરી સત્તામાં પાછા ફર્યા છે. કર્ણાટકનાં લોકોને બીએસ યેદિયુરપ્પાનો 2008-2011વાળો કાર્યકાળ યાદ છે, જેના અંતમાં યેદિયુરપ્પાએ જેલમાં જવું પડ્યુ હતુ.

ટ્વીટમાં આગળ લખ્યુ છેકે, ઈતિહાસ ફરીથી પોતાનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છેકે, કર્ણાટકમાં લોકતંત્રની હત્યા કરાઈ રહી છે. જ્યારે યેદિયુરપ્પાની પાસે આંકડાઓ નથી. તો પછી તેઓ સરકાર બનાવવાનો દાવો કેવી રીતે રજૂ કરી શકે છે.

T

તેમણે કહ્યુ હતુકે, રાજ્યપાલ જે પોતે સંવિધાનના રક્ષક છે. તેઓ આવું કંઈ રીતે કરી શકે છે. આખરે કાયદાનું રાજ કંઈ જગ્યાએ છે. હાલમાં બે દિવસ પહેલાં જ એચડી કુમારસ્વામીની સરકાર વિશ્વાસ મત મેળવવામાં અસફળ રહી હતી. 205 નબંરોવાળી વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસની પાસે ફક્ત 99 ધારાસભ્યો હતા. શુક્રવારે સવારે જ યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કર્યો હતો. આ સમયે બીજપીની પાસે કુલ 105 ધારાસભ્યો હતા. જ્યારે કોંગ્રેસ અને જેડીએસની પાસે 99 ધારાસભ્યો હતા. યેદિયુરપ્પાએ 31 જૂલાઈએ વિધાનસભામાં બહુમત સાબિત કરવું પડશે.

READ ALSO

Related posts

કોરોનાના ખતરનાક સંકેત : માત્ર આટલા અઠવાડિયામાં જ શરીરમાંથી ગાયબ થઈ જાય છે એન્ટિબોડી, ફરી લાગશે ચેપ

Harshad Patel

રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ હવે PA પણ કોરોના પોઝિટિવ, ભાજપના સેંકડો કાર્યકરોમાં ફફડાટ

Dilip Patel

કોરોનાની રસી શોધાશે તો પણ લાખો લોકોએ તે લેવા ઈન્કાર કરશે : એન્ટિ રસીકરણ ચાલી રહી છે ઝૂંબેશ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!