GSTV
Home » News » નિકોલમાં પણ બોપલવાળી, નિર્માણાધીન ટાંકી ધરાશાઈ થતાં સરકારી તંત્રની નીતિ સામે સર્જાયા સવાલો

નિકોલમાં પણ બોપલવાળી, નિર્માણાધીન ટાંકી ધરાશાઈ થતાં સરકારી તંત્રની નીતિ સામે સર્જાયા સવાલો

પહેલા બોપલ તો હવે નિકોલમાં ગંભીર ઘટના બની છે. નિકોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપિગ સ્ટેશનની ટાંકીનું ધાબુ ભરતું હવે ધાબુ ધરાશાયી થઇ ગયું. આ ઘટનાએ ફરી એકવખત સરકારી તંત્રની નીતિ રીતી સામે સવાલો સર્જયા છે. કારણકે આ ઘટનાઓ એવી છે જે બીજાની બેદરકારીના કારણે માનવ જિંદગીને હણી રહી છે.

એવું વારંવાર બને છે કે સરકારી તંત્ર દ્વારા જો કોઇ બાંધકામ કરાતું હોય. તો તે થોડા જ વર્ષોમાં ખખડી જતું હોય છે. તૂટી પડતું હોય છે. આવી ઘટના બાદ લોકોમાં બાંધકામમાં ગોલમાલ થઇ હોવાનો સૂર ઉઠે છે.પરંતુ હવે તો હદ જ થઇ ગઇ હોય તેવી સ્થિતી જોવા મળે છે. કારણકે નિકોલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપિગ સ્ટેશનની ટાંકીનું તો હજુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હતું. આ નિર્માણ કાર્યમાં હજુ તો ટાંકીનો સ્લેબ ભરાઇ રહ્યો હતો. આ સ્લેબ ભરતી વખતે જ ધડાકાભેર સ્લેબ તૂટી પડે તો શું સમજવું.

આ ઘટના બાદ ઘાયલોને તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત એટલી દયનીય જોવા મળી કે આ મજૂર લોકોની દયનીય હાલત જોઇને પ્રશ્ન થાય કે આખરે આ ભોળા મજૂરોનો શું વાંક, તેઓ શા માટે આવી ઘટનાઓનો ભોગ બને છે.આ ઘટના શું પ્રતિત કરાવે છે. આ ઘટનાને લઇને વિપક્ષ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે.

સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા 1 વર્ષથી આ ટાંકીનું કામકાજ ચાલી રહ્યું હતું. અને સ્થાનિકોએ પણ આ ઘટના બાદ હવે તંત્ર સામે આક્ષેપો શરૂ કર્યા છે. તો આ ઘટના બાદ તો સ્થાનિક કોર્પોરેટરે પણ આક્ષેપ કર્યા છે કે તેઓએ પણ બાંધકામને લઇને રજૂઆતો કરી હતી આમ છતા તેમની રજૂઆતોને ધ્યાને નથી લેવાઇ.જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તંત્રની નીતિરિતી સામે ચોક્કસપણે સવાલો સર્જે છેકે,

સળગતા સવાલો

  • આખરે શા માટે ફરી બની આવી દુર્ઘટના ?
  • ભૂતકાળની ભૂલો પરથી શા માટે નથી લેવાતો બોધપાઠ ?
  • આખરે શા માટે વારંવાર જાખમમાં મૂકાઇ રહી છે માનવ જિંદગી ?
  • શું બાંધકામ નબળી કક્ષાનું હતું ?
  • આ ગંભીર ઘટના પાછળ કોણ જવાબદાર ?
  • બાંધકામ દરમિયાન જ સ્લેબ તૂટી પડવા પાછળ Gયાં કારણો જવાબદાર ?
  • શું બાંધકામમાં ગોલમાલ હતી ?
  • કયાં રહી ગઇ ખામી ?
  • શું બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે ?
  • શું મજૂરો પાસે સેફટીના પૂરતા સાધનો હતા ?

દરેક ઘટના બાદ સવાલો સર્જાય છે. હવે આ ઘટનાની તપાસ શરૂ કરાશે. એકાદ એન્જિનિયર માથે દોષનો ટોપલો ઢોળીને તેના પર કાર્યવાહી કરીને સમગ્ર મામલે ભીનુ સંકેલવાનો પ્રયાસ થશે. આવું જ બનતું આવ્યુ છે. પરંતુ ક્યારેય કોઇ ઘટના ફરી ન બને તેવું સજ્જડ કાર્ય થતું નથી. ત્યારે આ ઘટના બાદ તંત્ર પાસે શું આશા રાખી શકાય.

READ ALSO

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!