GSTV

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

કોરોનાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવતો કાર્નિવલ રદ કરવો પડ્યો છે. ત્યારે કાર્નિવલ બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાતો ફ્લાવર-શો કેન્સલ થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમા રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામા આવે છે. વિવિધ પ્રકારના ફુલ છોડનું પ્રદર્શન યોજવામાં આવે છે. જેને જોવા લાખોની સંખ્યામા લોકો આવતા હોય છે.

આ વર્ષે કોરોનાના કેર વચ્ચે ફ્લાવર શોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોવાથી ફ્લાવર શો રદ કરવામાં આવે તેવી શકયતા છે..ફ્લાવર શોની તૈયારીઓ બગીચા ખાતા ધ્વારા બેથી ત્રણ મહિના પહેલા કરી દેવામાં આવે છે.. પરંતુ આ વર્ષ તે કરવામા આવી નથી. ફુલોની વિવિધ વેરાયટીઓ લોકોને એક છત નીચે જોવા મળે તે માટે વર્ષ 2013થી ફ્લાવર શો યોજવામા આવે છે..તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલો ફ્લાવર શો સતત આઠ વર્ષથી યોજાય છે. પણ આ વર્ષે કોરોનાના કેરને કારણે બંધ રહે તેવી શક્યતાઓ છે.

READ ALSO

Related posts

ડુંગળીની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય તો હવે ન કરશો આ ભૂલ, તેનાં ફાયદા જાણીને ચોંકી જશો

Mansi Patel

બોર્ડે ધારા ધોરણો બદલ્યા/ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીના નિયમો આકરા થયા, ફિટનેસ માટે ખેલાડીઓએ કરવો પડશે આ ટેસ્ટ

Pravin Makwana

દેશની આ 3 મોટી બેંકોમાં પૈસા ધરાવનારા ગ્રાહકો માટે RBIનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!