GSTV

ગુજરાતના ખેડૂતોને 25 હજાર કરોડના નુક્સાન સામે જાણો રૂપાણી સરકારે કયા જિલ્લામાં કેટલી ચૂકવી સહાય

ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાનમાં વળતર ચૂકવણીમાં સરકાર ઉણી ઉતરી છે. જે નુકસાન થયુ છે તેની સામે સરકારે સહાય ઓછી ચૂકવ્યાનુ સામે આવ્યુ છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલ પ્રશ્નોમાં સરકારે રજૂ કરેલા આંકડાથી આ ખુલાસો થયો છે. રાજ્યમાં 85.87 લાખ હેકટરમાં અતિવૃષ્ટીથી નુકસાન થયુ હતુ. જેમાં આટલા નુકશાનના સામે 67.25 લાખ હેકટરમાં જ સહાય આપ્યાનો આક્ષેપ કર્યો છે. સરકારે 67.25 લાખ હેકટરમાં નુકશાન ના ખેડૂતોને એક હજાર 229 કરોડ રૂપિયા ચૂકવ્યાના આંકડા ગૃહમાં રજૂ કરાયા હતા. કોંગ્રેસે આજે વિધાનસભામાં ખેડૂતો મામલે ભારે આક્રમક રવૈયો અપનાવ્યો છે.

કોંગ્રેસે કર્યો આક્ષેપ

રાજયમાં પાક વીમા કંપનીને ફાયદો કરાવવા ખાનગી કંપનીને કામ સોંપયાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. વાવેતર અંગે સેટેલાઇટ મેપિંગનું કામ ખાનગી કંપનીને સોંપયાનો આક્ષેપ કોંગ્રેસે ગૃહમાં કર્યો હતો. પ્રશ્નોતરી કાળ દરમીયાન કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યુ હતુ. જેમાં સેટેલાઇટ મેપિંગ માટે રૂ. 10 કરોડ કરતા વધારાની રકમ ખાનગી કંપનીને ચૂકવાયાના આંકડા સામે આવ્યા છે. એક તરફ ખેડૂતોને પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીને સર્વેના નામે કરોડો ચૂકવાયાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો.

ખેડૂતોને 25 હજાર કરોડનું નુક્સાન

સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તેમજ તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન અન્ય તેલિબિયાં, કપાસ, તમાકુ, ગવાર, શાકભાજી અને ઘાસચારો વગેરેનું 85 લાખ 87 હજાર 826 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ તમામ પાકોનું વાવેતર કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયું હતું. આ પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલો ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઈટ, પાણી અને મજૂરી મળીને અંદાજીત રૂ.25 હજાર કરોડથી વધુ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, વીઘા દીઠ રૂ. 5 હજારનો ખર્ચ ગણીએ એટલે પ્રતિ હેક્ટર 30 હજારનો ખર્ચ થાય. આમ હેક્ટર દીઠ રૂ.30 હજારનો ખર્ચ ગણતા 85 લાખ 87 હજાર 826 હેક્ટરમાં રૂ. 25 હજાર કરોડ કરતા વધુનુ નુકસાન થયું છે. જેની સામે રાજ્ય સરકારે 67 લાખ 25 હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનની જ સહાય ચૂકવી છે અને રૂ.25 હજાર કરોડની નુકસાની સામે માત્ર 1229 કરોડ સહાય પેટે ચૂકવ્યા છે.

1229 સહાય ચૂકવાઈ

પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને 2019ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.25 હજાર કરોડની નુકસાની સામે રૂ.1229 કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો. કુલ 33 જિલ્લામાંથી સૌથી વધુ બનાસકાંઠામાં 109 કરોડ, ત્યાર બાદ અમરેલી જિલ્લામાં 102 કરોડ અને વડોદરા જિલ્લામાં 76 કરોડ રૂપિયા સહાય ચૂકવી છે.

Related posts

કેબિનેટ બેઠક : સાંસદ ભંડોળ બે વર્ષ માટે સ્થગિત, લોકડાઉનને લઈને કોઈ તટસ્થ નિર્ણય ના થઈ શક્યો

Bansari

અમદાવાદમાં આજે બોડકદેવ, સોલા અને જુહાપુરામાં કોરોના પોઝિટીવ કેસો, જુઓ નામ અને એરિયા સહિતનું લિસ્ટ

Karan

રાજ્યમાં કોરોનાનું સંકટ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 19 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસ 165

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!