GSTV
Home » News » સાહોમાં કામ કરવા માટે શ્રદ્ધા કપૂરે જેટલી ફી લીધી તેટલામાં બીજી એક ફિલ્મ બની જાય

સાહોમાં કામ કરવા માટે શ્રદ્ધા કપૂરે જેટલી ફી લીધી તેટલામાં બીજી એક ફિલ્મ બની જાય

શ્રદ્ધા કપૂર બોલીવૂડ તેમજ દક્ષિણની ફિલ્મોમાં વ્યસ્ત છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતી જાય છે. અભિનેત્રી હાલ પ્રભાસ સાથેની ‘સાહો’ ફિલ્મ માટે ચર્ચામાં છે. બન્ને કલાકારો હાલ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શ્રદ્ધાને વાસ્તવમાં આ ફિલ્મ માટે ફક્ત ત્રણ કરોડ રૂપિયની આસપાસ જ ફી તરીકે આપવામાં આવ્યા છે. તેણે સાત કરોડ રૂપિયા આ ફિલ્મ માટે મહેનતાણું લીધું છે તે વાત નર્યું જુઠાણું છે.

શ્રદ્ધાએ પ્રભાસ સાથેની ‘સાહો’ ફિલ્મમાં રૂપિયા સાત કરોડ મહેનતાણું લીધું હોવાની ચર્ચા હતી. જોકે જાણકારો આ વાતને અફવા માત્ર ગણાવે છે. ” સાત કરોડ ફી લીધાની વાત ફક્ત તેની પબ્લિસિટિ માટે જ ચગાવી હતી. આ ફક્ત બોલીવૂડના માંધાતાઓ પર તેના ચાર્જને લઇને ઉપજાવેલી વાત છે. આ રીતે પોતાની પબ્લિસિટી કરીને શ્રદ્ધા બોલીવૂડના માંધાતાઓ પર પોતાની ફી બાબત દબાણ લાવવાના પ્રયાસ છે. જોકે વાસ્તવકિતા તોએ છે કે તેને સાત કરોડ રૂપિયા કરતા ઘણા ઓછા રૂપિયા ફી પેઠે મળ્યા છે.’સાહો’ માટે પહેલા કેટરિના કૈફનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેણે પોતાની ફી રૂપિયા પાંચ કરોડ જણાવતાં નિર્માતા-દિગ્દર્શકે તેને પડતી મુકી હતી.

ટોલીવૂડમાં ખાસ કરીને તેલુગુ સિનેમામાં અભિનેત્રીઓને બોલીવૂડની સરખામણીમાં ઘણું ઓછું મહેનતાણું મળતું હોય છે. મુંબઇની બોલીવૂડની અભિનેત્રીઓ ટોલીવૂડમાં બહુ ઓછી ફીમાં કામ કરતી હોય છે. શ્રદ્ધાને ‘સાહો’ માટે રૂપિયા સાત કરોડ મળ્યાની આ અફવા બોલીવૂડ અને ટોલીવૂડ બન્ને માટે હાનિકારક છે,” તેમ સૂત્રે જણાવ્યું હતું. કેટરિના કૈફને જ્યાં રૂપિયા પાંચ કરોડ નથી અપાયા, તો પછી શ્રદ્ધાને સાત કરોડ રૂપિયા ચુકવ્યા એ તો હાસ્યાસ્પદ છે. શ્રદ્ધાને વાસ્તવમાં રૂપિયા ત્રણકરોડ જ ચુકવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

બોલિવૂડમાં થયું એન્કાઉન્ટર ત્યારે આ હીરોએ નિભાવ્યો છે દમદાર રોલ

Dharika Jansari

કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…

Dharika Jansari

સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!