GSTV
Home » News » રૉયલ ફેમિલીને જરૂર છે સોશિયલ મીડિયા મેનેજરની, પગાર મહિને 26 લાખ રૂપિયા

રૉયલ ફેમિલીને જરૂર છે સોશિયલ મીડિયા મેનેજરની, પગાર મહિને 26 લાખ રૂપિયા

elizabeth social media

મહારાની એલિઝાબેથ દ્વિતીયને સોશિયલ મીડિયા મેનેજરની જરૂર છે. નોકરી માટે રૉયલ ફેમિલી દ્વારા જૉબ લિસ્ટિંગ વેબસાઇટ પર એડ આપવામાં આવી છે. જૉબ લિસ્ટિંગ વેબસાઇટ અનુસાર, મહારાની માટે ડિઝિટલ કમ્યુનિકેશન્સ ઓફિસરે કામ કરવાનું રહેશે. તેણે સાર્વજનિક અને વૈશ્વિક મંચ પર મહારાનીની હાજરી જાળવી રાખવા વિવિધ ઉપાયો શોધવાના રહેશે.

નોકરી બકિંઘમ પેલેસ માટે રહેશે


નોકરી માટે https://theroyalhousehold.tal.net સાઇટ પર એડ આપવામાં આવી છે. વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, ડિઝિટલ કમ્યુનિકેશન ઓફિસરનો વાર્ષિક પગાર 30 હજાર પાઉન્ડ (લગભગ 26 લાખ 58 હજાર રૂપિયા) રહેશે. તેણે સોમવારથી શુક્રવાર સુધી અઠવાડિયામાં 37.5 કલાક કામ કરવાનું રહેશે. વર્ષમાં 33 દિવસની રજા અને દિવસ દરમિયાન જમવાનું મફતમાં મળશે. આ નોકરી બકિંઘમ પેલેસ માટે રહેશે.

સોશિયલ મીડિયા પર આવતા સમાચારોની વ્યવસ્થા કરવી પડશે


ઓફિસરે ડિઝિટલ અને સોશિયલ મીડિયા પર રોજ આવતા સમાચારોની વ્યવસ્થા કરવી પડશે. સાથે-સાથે કેટલાક ડિઝિટલ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરવાનું રહેશે. તેણે ડિઝિટલ મીડિયા વિશેષકની નાની ટીમ સાથે કામ કરવાનું રહેશે. તે સોશિયલ મીડિયા અને ડિઝિટલ પ્લેટફોર્મ મટે કંટેન્ટ લખશે. તેણે રૉયલ ફેમિલી સાથે જોડાયેલ બધી જ ગતિવિધિઓ પર નજર રાખવાની રહેશે. આવેદન માટેની છેલ્લી તારીખ 22 મે છે.

યોગ્યતા

ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે વેબસાઇટ વ્યવસ્થાનો અનુભવ
સોશિયલ મીડિયા વ્યવસ્થામાં નિપુણતા
ડિઝિટલ અને સોશિયલ મીડિયા પર કંટેન્ટ લખવાનો અનુભવ
કંટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પર કામનો અનુભવ

Related posts

હાઈકોર્ટનો નિર્ણય, ડીજે વગાડ્યું તો 5 વર્ષની કેદ અને 1 લાખ સુધીનો દંડ

Kaushik Bavishi

આ વ્યકિતએ અનોખા અંદાજમાં ગર્લફ્રેન્ડને કર્યું લગ્ન માટે પ્રપોઝ, પછી થયું એવું કે….

Path Shah

હેમંત ચૌહાણે કરેલા ખુલાસાથી ભાજપ બેકફૂટ પર, સભ્ય નોંધણી અભિયાનનાં લીરે-લીરાં ઉડ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!