GSTV

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

ઓલિમ્પિક

Last Updated on July 31, 2021 by Damini Patel

દુનિયાના સૌથી મોટા રમતોત્સવ ગણાતા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ઘણા ખેલાડીઓનું જીવન પ્રેરણાદાયી છે. અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશા બર્કસે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર શાનદાર રીતે પૂરી કરી છે. ક્યુનેશા બર્કસ 10 વર્ષ પહેલાં મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતી હતી અને આજે તે અમેરિકા માટે મેડલની દાવેદાર છે.

ક્યુનેશા બર્કસ 16 વર્ષની હતી ત્યારે પરિવારને સપોર્ટ કરવા માટે તેણે મેકડોનાલ્ડમાં કામ શરુ કર્યું હતું. તેના માતા પિતા અલગ થઈ ગયા હતા અને માતાએ બીજા લગ્ન કર્યા હતા. પરિવારમાં ચાલતા વિખવાદ વચ્ચે ક્યુનેશા બર્કસ ઘરના બિલ ભરતી હતી અને પોતાની નાની બહેનોને સ્કૂલે લઈ જતી હતી. ઘરના બીજા કામ પણ તે જ કરતી હતી.

બાસ્કેટબોલમાં હતો રસ

આવામાં પણ બાસ્કેટબોલમાં તેને ઘણો રસ હતો. પોતાની બાસ્કેટબોલની ગેમ સુધારવા માટે તેણે દોડવાનું શરુ કર્યું હતું અને તે વખતે કોચે તેને રનિંગમાં કેરિયર બનાવવાની સલાહ આપી હતી. પહેલાં તો ક્યુનેશા બર્કસે આ વાત પર ધ્યાન આપ્યું નહોતું. જોકે જ્યારે તેણે રમતને સમજવા માંડી ત્યારે તેની ઉત્સુકતા વધવા માંડી હતી. તેને લોન્ગ જમ્પમાં પણ રસ પડ્યો હતો.

શરુઆતમાં તેને લોન્ગ જમ્પ કરતી વખતે કપડા ખરાબ થવાનો ડર લાગતો હતો પણ બાદમાં તેણે આ ગેમમાં પોતાનું પ્રદર્શન સુદારવા માંડ્યું હતું. કેટલાક મહિનાઓ બાદ તે 20 ફૂટ સુધીનો જમ્પ કરવા માંડી હતી. 2019માં અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપ વખતે તેણે પોતાના દાદાને ગુમાવ્યા હતા. જોકે તે કહે છે કે, આ ઘટનાએ મને માનસિક રીતે વધારે મજબૂત બનાવી હતી.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!