GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Whatsapp પર સેન્ડ કરેલા Photoની ક્વૉલીટી નહી થાય ખરાબ, ટ્રાય કરો આ જબરદસ્ત ટ્રિક્સ

Whatsappના દુનિયાભરમાં 200 કરોડથી વધુ યુઝર્સ થઇ ગયાં છે. આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ઉપયોગ ચેટિંગની સાથે સાથે ડોક્યુમેન્ટ, ઑડિયો, વીડિયો ફાઇલ વગેરે મોકલવા માટે પણ મોટા પાયે થઇ રહ્યો છે. 10 વર્ષના સફરમાં Whatsappમાં અનેક ફેરફાર થયા અને તેના નવા તથા સારા ફિચર્સ તથા ટ્રિક્સ યુઝર્સના ચેટિંગ એક્પિરિયન્સને વધુ સારા બનાવી રહ્યાં છે. ચાલો તમને જણાવીએ આવી જ 4 ટ્રિક્સ વિશે.

ફોટો રિઝૉલ્યુશન નહી ઘટે

જ્યારે તમે Whatsapp પર કોઇ ફોટો સેન્ડ કરો તો એપ તેને પોતાના હિસાબે રિસાઇઝ કરે છે. તેના કારણે ફોટોની ઓરિજિનલ ક્વોલીટી પણ ઘટી જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ તો Whatsappમાં એક ખાસ ફીચર છે. તમે ફોટોને ડોક્યુમેન્ટમાં મોકલી શકો છો. તેના દ્વારા તમે ઓરિજિનલ ક્વોલીટીમાં ફોટો સેન્ડ કરી શકો છો. તેની ટ્રિક એ છે કે જ્યારે તમે Whatsapp પર ફોટો સેન્ડ કરી રહ્યાં હોવ તો ચેટમાં એટેચમેન્ટમાં જઇને ડોક્યુમેન્ટ પર ટેપ કરો, તે બાદ બ્રાઉઝ ડોક્યુમેન્ટથી તમે તે ફોટો સિલેક્ટ કરી શકો છો, જેને તમે ઓરિજિનલ રિઝોલ્યુશન સાથે સેન્ડ કરવા માગો છો.

મીડિયા ફાઇલ આપમેળે ગેલેરીમાં નહી થાય સેવ

જો તમે પણ WhatsApp પર આવતી ફાઇલ્સના ઑટો ડાઉનલોડ અને સેવ થવા પર પરેશાન છો તો તેનો પણ ઉપાય છે. WhatsApp પર ફક્ત એક સેટિંગ બદલીને તમે રિસીવ થતા ફોટો અને વીડિયોઝને ઑટો ડાઉનલોડ થઇને મેમરીમાં સ્પેસ રોકવાથી અટકાવી શકો છો. આવું એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોન બંનેમાં શક્ય છે.

સેટિંગ્સ બદલવાની પ્રોસેસ

એન્ડ્રોઇડ ફોન્સ માટે

  • WhatsApp ઓપન કરો.
  • ટૉપ રાઇટ કોર્નરમાં થ્રી ડોટ્સ પર ક્લિક કરો.
  • સેટિંગ્સમાં જઇને ચેટ પર ક્લિક કરો. અહીં મીડિયા વીઝીબિલીટી ઑન હશે. તેને ઑફ કરી દો.
  • તે બાદ રિસિવ થતા ફોટો, વિડિયો અથવા અન્ય ફાઇલ્સ ઑટો ડાઉનલોડ નહી થાય. આ તમામ ડાઉનલોડ ત્યારે થશે જ્યારે તમે ક્લિક કરશો.

iPhone માટે

  • વૉટ્સએપ ઓપન કરો.
  • બૉટમ રાઇટ કોર્નરમાં સેટિંગ્સમાં જાઓ.
  • ચેટમાં જઇને Save to camera roll ઑન હશે, તેને ઑફ કરી દો.
  • ચેટ્સને Gmailમાં આ રીતે કરો સેવ

તમે ઇમેલ દ્વારા WhatsApp ચેટને કોઇને પણ મોકલી શકો છો. તમે ઇચ્છો તો વૉટ્સએપ ચેટ્સને પોતાના પર્સનલ જીમેલ એકાઉન્ટ પર મોકલીને તેને હંમેશા માટે સેવ રાખી શકો છો. તેના માટે WhatsApp સેટિંગ્સમાં જઇને ચેટ હિસ્ટ્રીની અંદર આપેલા એક્સપોર્ટ ચેટમાં જાઓ. અહીં તમે તે કોન્ટેક્ટને સિલેક્ટ કરી શકો છો. જેની ચેટ તમારે ઇમેલમાં સેવ કરવી છે. અહીં તમે તે પણ નક્કી કરી શકો છો કે તમારે મીડિયા ફાઇલ સાથે ચેટ્સ એક્સપોર્ટ કરવી છે કે મીડિયા ફાઇલ વિના.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!