GSTV

સ્માર્ટફોનના પ્રોસેસર્સમાં બગ, 300 કરોડ ફોનમાંથી થઈ શકે છે હેકિંગ

Video

જો તમે કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો જે કવોલકોમથી ચાલે છે, તો પછી આ સમાચાર તમારી સાથે સંકળાયેલા છે. કવોલકોમ (Qualcomm) કંપનીના મોબાઈલ પ્રોસેસર્સ બગ ઝપેટમાં આવ્યા છે. બલોઝના એક અહેવાલ મુજબ, વિશ્વભરના લગભગ 40 ટકા એન્ડ્રોઇડ (Android) સ્માર્ટફોન આ બગને કારણે જોખમમાં છે. સિંગાપોરની એક એજન્સીએ આ વિશે માહિતી આપી છે.

કવોલકોમની સ્નૈપ ડ્રેગન ચીપમાં 400થી વધુ ખામી એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતી કવોલકોમની સ્નૈપ ડ્રેગન ચીપમાં 400થી વધુ ખામી હોવાનું સામે આવ્યું છે. આ સમસ્યાના કારણે સમગ્ર દુનિયામાં અંદાજે 300 કરોડથી વધુ ઉપયોગકર્તાના મોબાઈલ ફોન પર હેકીંગનું જોખમ ઉભુ થયુ છે. સિંગાપુરની એક એજન્સીને ડિજીટલ સિગ્નલ પ્રોસેસર ચીપમાં આ ખામી હોવાનું માલુમ પડયું છે. આ જાણકારી મળતાં જ કવોલકોમે પણ તપાસ શરૂ કરી દીધી છે.

હેકર તમારા ગોપનીયતા સુધી પણ પહોંચી શકે છે. ચેકપોઈન્ટ સિકયોરીટી રિસર્ચર્સને તપાસમાં માલુમ પડયું કે ચીપમાં 400થી વધુ ભાગ છે જે ગોપનીયતા માટે જોખમી છે. જો હેકર આ ખામીઓનો ફાયદો ઉઠાવીને ફોન હેક કરતાં સફળ રહ્યો તો તે સ્માર્ટફોનને જાસૂસી કરવા માટેના ડિવાઈસમાં બદલી દેશે અને તેની જાણ પણ નહીં થાય. હેકર તમારા ફોટો, વિડીયો, કોલ રેકોર્ડીંગ, રિયલ-ટાઈમ માઈક્રોફોન ડેટા, જીપીએસની સાથે-સાથે લોકેશન ડેટા સુધી પણ પોતાની પહોંચ બનાવી શકે છે.

હેકર્સ તમારા ડેટાનો ઉપયોગ પણ કરી શકે છે

હેકર્સ તમારો ફોન ફ્રીઝ કરીને તમારા ફોનમાં ઉપલબ્ધ તમામ ડેટાનો ઉપયોગ કરી શકશે. હેકર તેના દ્વારા માલવેર ઈ-સ્ટોલ કરી શકે છે અને તેને કયારેય હટાવી પણ ન શકાય. દુનિયાભરમાં મૌજૂદ અંદાજે 40 ટકા સ્માર્ટ ફોનમાં આ પ્રકારની ચીપનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચીપ અલગ-અલગ કિંમતમાં અને અલગ-અલગ શ્રેણીમાં ઉપલબ્ધ હોય છે. ગુગલ, સેમસંગ, એલજી અને શાઓમી જેવી મોટી બ્રાન્ડનાં પ્રિમીયમ સ્માર્ટફોનમાં પણ આ પ્રકારની ચીપ લગાવવામાં આવે છે. જો કે એપલનાં આઈ ફોનમાં આ પ્રકારની ચીપનો ઉપયોગ થતો નથી.

કવોલકોમે યુઝર્સોને ડિવાઈસ અપડેટ કરવાની સલાહ આપી

કવોલકોમે પણ આ અહેવાલને લઈને નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું કે, ચેકપોઈન્ટ દ્વારા શોધવામાં આવેલી ખામીઓની અમે તપાસ કરી અને જરૂરી કામગીરી કરી છે. અમારી પાસે એવા કોઈ પુરાવા નથી કે આ ખામીઓનો ગેરલાભ ઉઠાવી શકાય. અમે ઉપયોગકર્તાઓને ડિવાઈસ અપડેટ કરવાની સલાહ આપી રહ્યા છીએ. કારણ કે સિકયોરીટી પેચ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

ફીનું ભારણ/ વાલી મંડળની બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે મહત્વનો નિર્ણય, શિક્ષણ મંત્રી સાથે યોજાશે મહત્વની બેઠક

pratik shah

Google Pay તમારા માટે લાવશે આ નવુ ફીચર, UPI ઉપરાંત મળશે આ પેમેન્ટ ઓપ્શન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!