જાપાનની રાજધાની ટોક્યોમાં ચાલી રહેલા ક્વાડ સંમેલનમાં નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે બેઠક કરી હતી. બન્ને દેશોના નેતાઓએ ઈન્ડો પેસિફિક ક્ષેત્ર, વ્યાપાર, ઊર્જા અને આર્થિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બાબતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે, ભારત સાથે અમારા સંબંધો બહુ મહત્વપૂર્ણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એક સન્માનની વાત છે. ક્વાડ સંમેલનમાં ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે આવતા વર્ષની ક્વાડ સંમેલનની બેઠક ઓસ્ટ્રેલિયામાં યોજવા પ્રસ્તાવ મૂક્યો હતો.

ટોક્યોમાં ચાલી રહેલી ક્વાડ દેશોની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધથી લઈને ચીનની સરમુખત્યારશાહી સુધીના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. તમામ દેશોએ ઈન્ડો-પેસિફિક પ્રદેશોમાં શાંતિ સ્થાપવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે ‘ક્વાડ’ સ્તરે અમારો પરસ્પર સહયોગ મુક્ત, ખુલ્લા અને સમાવેશી ‘ઈન્ડો પેસિફિક ક્ષેત્ર’ને પ્રોત્સાહન મળી રહે છે જે આપણા બધાનો સમાન હેતુ છે જ્યારે યુએસ પ્રમુખ બિડેને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પુતિન પર આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે ઓસ્ટ્રેલિયાના નવા પીએમ એન્થોની અલ્બેનિસે કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વાત કરી હતી.
Read Also
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ
- પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ
- મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ
- વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના