દિવ્યાંકા ત્રિપાઠી દહિયાના પતિ વિવેક દહિયાનો શો કયામતની રાત ટૂંક સમયમાં બંધ થવાનો છે રીપોર્ટ મુજબ, આ હૉરર શોને એક બીજો હૉરર શો રિપ્લેસ કરી શકે છે. અહીં જણાવવાનુ કે કયામતની રાત 23 જૂન 2018ના રોજ ઑન એર થયો હતો.
વેબસાઈટ Spotboyeની રીપોર્ટ મુજબ, કયામતની રાત આવતા મહીને ઑફ એર થઈ જશે. વેબસાઈટના રીપોર્ટ મુજબ કયામતની રાતને હૉરર શો દિવ્ય દ્રષ્ટિ રિપ્લેસ કરશે. કયામતની રાતમાં વિવેક દહિયા અને કરિશ્મા તન્ના મુખ્ય રોલમાં છે.
વિવેક દહિયાનો આ શો શરૂઆતમાં ટીઆરપી યાદીમાં ખૂબ જ આગળ હતો. જોકે, આ શો ત્યારે વિવાદમાં આવ્યો હતો જ્યારે કાલાસૂરનો રોલ નિભાવી રહેલા અભિનેતા નિર્ભય વાધવાને શોની બહાર નિકાળી દેવામાં આવ્યા હતાં. રીપોર્ટ મુજબ, નિર્ભય નખરાને કારણે તેમને શોની બહાર કરી દેવામાં આવ્યા હતાં. જોકે નિર્ભયે આ રીપોર્ટને ફગાવી દીધા હતાં.
જાહેર થયો હતો પ્રોમો
દિવ્ય દ્રષ્ટિનો પ્રોમો જાહેર થયો હતો. દિવ્ય દ્રષ્ટિના પ્રોમોને સારો રીસ્પોન્સ મળ્યો છે. ફિલ્મની કહાની એક યુવતી અંગે હોય છે, જેની અંદર ક્યારેક-ક્યારેક દિવ્ય શક્તિઓ પણ આવી જાય છે. આ શોના સ્ટારકાસ્ટની વાત કરીએ તો તેમાં અભિનેત્રી સના સઈદ, સંગીતા ઘોષ અને માનસી શ્રીવાસ્તવ જોવા મળશે. હવે જોવાનુ રહે છે કે દિવ્ય દ્રષ્ટિ કયામતની રાતની જેમ દર્શકોને મનોરંજન કરાવી શકે છે કે નહીં.
દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે હૉરર શો
સ્ત્રી ફિલ્મ બાદ દર્શકોને હૉરર શો ખૂબ પસંદ આવી રહ્યો છે. વર્ષ 2018 સુપરનેચુરલ શોના નામે રહ્યો. ખાસ કરીને નાગિન 3 સતત ટીઆરપીની યાદીમાં નંબર વન બની રહ્યું. કયામતની રાત સિવાય અત્યારે ડાયન, નજર, મનમોહની જેવી સીરિયલ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે.
READ ALSO
- સપનાના ફેન્સ માટે ખરાબ સમાચાર/ મુશ્કેલીમાં ફસાઈ હરિયાણવી ડાન્સર સપના ચૌધરી, સપના સહિત માતા અને ભાઈ સામે નોંધાયો કેસ
- ‘આના બદલે મેં વેબ સિરીઝ કરી લીધી હોત!’- ‘મેડમ સર’ના મેકર્સ પર શા માટે ભડકી શિલ્પા શિંદે?
- 200 કરોડની છેતરપિંડી કેસમાં ઘટસ્ફોટ કરનારી ચાહત ખન્ના કોણ છે? બે વખત કરી ચૂકી છે લગ્ન, બંને પતિ પર લગાવ્યો હતો આ આરોપ
- યુવાનીમાં ખુબ જ હેન્ડસમ લાગતા હતા તારક મહેતાના પોપટલાલ, સ્ટાઇલની આગળ સલમાન અક્ષય પણ ફેલ
- ચારુ આસોપાથી લઈને શિલ્પા શિંદે સુધી, સગાઈ થઈ પણ લગ્ન નહીં ! શું હતું આ ટીવી સ્ટાર્સના નિર્ણય પાછળનું કારણ