GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

7 ફૂટ લાંબા અને 30 કિલો વજનના અજગરે એવું કર્યું કે આ ગામના લોકો ફફડી ગયા

ઉન્નાવના મિયાગંજ ક્ષેત્રમાં આવેલા સિદ્ધનાથ ગામમાં એક વિશાળકાય અજગર નીકળવાના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. અજગર નીકળ્યો હોવાની જાણ થતા ગામના મુખીએ વન વિભાગને તેની સૂચના આપી હતી અને અજગરને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. અજગર પકડાઈ ગયો ત્યાર બાદ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમનો ભય દૂર થયો હતો. અજગર મળ્યો હોવાની જાણ થતા જ ગામમાં આગની માફક તેના સમાચાર ફેલાઈ ગયા હતા અને 100થી 150 લોકો તે સ્થળે એકઠાં થઈ ગયા હતા. તે અજગર આશરે 7 ફૂટ લાંબો હતો અને 30 કિલો વજનનો હતો. ગામલોકોની મદદ વડે વન વિભાગની ટીમે આ વિશાળકાય અજગરને પકડીને જંગલમાં છોડી મુક્યો હતો. સૌથી પહેલા ગામના એક પશુપાલકને અજગર હોવાની જાણ થઈ હતી.

બકરીનું બચ્ચું ગાયબ થતાં પશુપાલકને થઈ જાણ

વહેલી સવારે પશુપાલક જ્યારે પોતાની બકરીઓ ચરાવી રહ્યો હતો ત્યારે તેને બકરીનું એક બચ્ચું ગાયબ થયું હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે બચ્ચાની શોધખોળ ચાલુ કરી હતી અને તે સમયે ઝાડીઓ પર અજગરે તેનું બકરીનું બચ્ચું ગળી લીધું હોવાનું દેખાયું હતું. ત્યાર બાદ તેણે તાત્કાલિક ગામલોકોને અજગર આવ્યો હોવાની જાણ કરી હતી અને ત્યાં લોકોની ભીડ જામી ગઈ હતી.

અજગર ભોજનની શોધમાં જંગલમાંથી નીકળીને ખેતર સુધી પહોંચી ગયો

અનેક લોકોએ અજગરનો વીડિયો લેવાનું ચાલુ કરી દીધું હતું અને ઘણી રાહ જોયા બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી. વન વિભાગની ટીમ માટે પણ તે અજગરને પકડવો પડકારજનક બની રહ્યો હતો અને ઘણી મહેનત બાદ તે હાથમાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અજગર ભોજનની શોધમાં જંગલમાંથી નીકળીને ખેતર સુધી પહોંચી ગયો હતો અને બકરીનું બચ્ચું મળતા તે તેને ગળી ગયો હતો. અજગરને લઈ લોકોમાં ભારે ભય ફેલાયો છે અને વન વિભાગના અધિકારીએ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. અગાઉ આ સ્થળે એક ચિત્તો પણ દેખાયો હતો જેણે ખેડૂતો પર હુમલો કર્યો હતો. જો કે હજુ સુધી તે હાથમાં નથી આવ્યો.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!