પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, જાપાનની ઓકુહારાને હરાવી જીત્યો વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ

ભારતીય બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ શાનદાન ફોર્મ જાળવી રાખીને વર્લ્ડ ટૂર ફાઈનલ્સનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. સિંધુએ પહેલીવાર આ ટૂરનામેન્ટમાં જીત પ્રાપ્ત કરી છે. ચીનના ગ્વાંગ્ઝૂમાં રમાયેલી ફાઈનલમાં પી. વી. સિંધુએ જાપાનની શટલર નોજોમી ઓકુહારાને હરાવી હતી. ફાઈનલમાં પી. વી. સિંધુએ નોજોમી ઓકુહારાને 21 વિરુદ્ધ 19 અને 21 વિરુદ્ધ 17થી હાર આપી હતી. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમાંકે રહેલી સિંધુ હાલ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહી છે. સિંધુએ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં થાઈલેન્ડની શટલર રતચાનોક ઈન્તાનોનને 21 વિરુદ્ધ 16 અને 25 વિરુદ્ધ 23થી હરાવી હતી.

નોંધનીય છે કે ગયા વર્ષે રમાયેલી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની ફાઇનલમાં સિંધુ અને ઓકુહારા વચ્ચે મુકાબલો થયો હતો જેમાં ઓકુહારાએ સિંધુને હાર આપી હતી. 2018માં આ ટાઇટલને જીતવાની સાથે સિંધુ બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગઇ છે. સિંધુના કરિયરનું 14મું અને સીઝનનું પ્રથમ ટાઇટલ હતું. સિંધુએ ફાઇનલ મેચમાં શરૂઆતથી આક્રમક રમત બતાવી હતી.

સતત ત્રીજા વર્ષે ટુનામેન્ટ માટે સ્થાન બનાવનારી સિંધુએ વર્લ્ડ નંબર-5 નોજોમી ઓકુહારાને પ્રથમ બે સેટમાં હરાવી ટાઇટલ જીત્યું છે. સિંધુએ 2017ની વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં આ ખેલાડી સામે હાર મળી હતી. બંન્નેએ ખેલાડીએ એકબીજા સામે છ-છ મેચ જીતી છે. સતત ત્રીજા વર્ષે ટુનામેન્ટમાં સ્થાન મેળવનારી સિંધુએ વર્લ્ડ રેન્કિંગમાં 12મું સ્થાન ધરાવનારી બેવેન ઝાંગને હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ સેમિફાઇનલ મેચમાં 2013ની ચેમ્પિયન રતનાચોક ઇંતાનોનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter