GSTV

પુત્રદા એકાદશી 2020: પુત્ર પ્રાપ્તિની કામના આ વ્રતથી થાય છે પૂરી, જાણો તેનું મહત્વ અને પૂજાની વિધિ

પુત્રદા

શ્રાવણના મહિનામાં આમ તો શિવ પૂજા કરવામાં આવે છે પરંતુ આ દરમિયાન ભગવાન વિષ્ણુને પ્રિય દિવસ અને તિથિઓ પણ આવે છે. મહિનાની એકાદશી પર વિષ્ણુ પૂજન ફળદાયી સાબિત થાય છે. શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે.આ દિવસે વ્રત કરવામાં આવે છે અને સંતાન સુખ માટે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

જાણો ક્યારે છે પુત્રદા એકાદશી

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષમા 24 એકાદશીના વ્રત આવે છે. માનવામાં આવે છે કેં જ્યારે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષમાં 26 એકાદશી આવે છે. પોષ મહિનામાં આવતી એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે. માનવામાં આવે છે કે આ દિવસે પુત્રરત્નની પ્રપ્તિ માટે વ્રત કરવું ફળદાયી નિવડે છે. નિસંતાન અને સંતાન સુખથી વંચિત દંપતિઓએ આ દિવસે ચોક્કસપણે વ્રત કરવું જોઇએ. પુત્રદા એકાદશી વર્ષમાં  બે વખત આવે છે,એ કવાર શ્રાવણ મહિનામાં અને બીજી પોષ મહિનામાં. આ વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી 30 જુલાઇએ છે.

વ્રતની પૂજા વિધિ

ખાસ વાત એ છે કે આ વ્રત બે દિવસ કરવામાં આવે છે. હકીકતમાં એકાદશી વ્રતની પ્રક્રિયા એક દિવસ પહેલા જ શરૂ થઇ જાય છે.આ દિવસે વ્રત કરનાર લોકોએ દશમની તિથિથી જ સાત્વિક ભોજન કરવું જોઇએ. આ દિવસે ભગવાન વિષ્ણુના જાપ શરૂ કરવા જોઇએ. એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પુજા કરવી જોઇએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું મહત્વ છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગા જળને ન્હાવાના પાણીમાં ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઇએ.

શ્રી વિષ્ણુ પુજનમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ આગળ દીવો કરીને વ્રતનું સંકલ્પ લો. કળશ પર લાલ કપડું બાંધીને જ પુજા કરવી જોઇએ. વિષ્ણુ પ્રતિમાને સ્નાન કરાવ્યા બાદ ચંદન,સિંદૂર,ફૂલ વગ્રેથી પુજન કરો. આ દિવસે યથાશક્તિ દાન પણ કરવું જોઇએ. આખો દિવસ અન્ન ગ્રહણ કર્યા વિના એકાદશીની રાત્રે પારણા કરવામાં આવે છે. રાતે ભગવાન વિષ્ણુના ભજન-કિર્તન કરવામાં આવે છે. આ દિવસે દીપદાનનું ઘણું મહાત્મય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ પોતે યુધિષ્ઠિરને આ વ્રતની કથા સંભળાવી હતી. નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિ માટે અને જેમને સંતાન છે તે પોતાના સંતાનના સુખની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે.  

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!