GSTV
News World ટોપ સ્ટોરી

યુક્રેન યુદ્ધની અસર પુતિનની દીકરીઓના ભવિષ્ય પર પણ પડી, મોટી દીકરીનું આ સપનું રોળાઈ ગયું

પુતિન

યુક્રેન પર આક્રમણનો આદેશ આપીને રશિયન રાષ્ટ્રપતિ પુતિન દુનિયાના ઘણા દેશોમાં અળખામણા બની ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના જંગની અસર પુતિનની મોટી પુત્રી ડો. મારિયા વોરન્તસોવા પર પણ થઈ છે. યુક્રેન યુધ્ધના કારણે મારિયાનું રશિયામાં સુપર રીચ વિદેશીઓ માટે એક મોંઘુ દાટ મેડિકલ સેન્ટર શરૂ કરવાનું સપનું રોળાઈ રહ્યું છે. દરમિયાન તેના નેધરલેન્ડના બિઝનેસમેન પતિ સાથેના લગ્ન પણ તુટી ગયા છે. મારિયા બાળકોને થતી અને ભાગ્યે જ જોવા મળતી જેનેટિક બીમારીની નિષ્ણાત છે. તેના બે બાળકો પણ છે.

પુતિન

રશિયામાંથી બીજા દેશમાં શરણ લેનાર પત્રકાર સર્ગેઈ કાનેવે ખુલાસો કર્યો છે કે, પુતિનની પુત્રી મારિયાનો પ્લાન આ યુધ્ધના કારણે ઉંધો વળી ગયો છે. યુ્ક્રેન પર હુમલા બાદ યુરોપ અને મિડલ ઈસ્ટના લોકોને સારવાર માટે આકર્ષવાની મારિયાની યોજના ખોરંભે પડે તેમ છે. બીજી તરફ મારિયાના પતિનું નામ જોરિટ ફાસેન છે. એવું કહેવાય છે કે યુધ્ધ શરૂ થંયુ તે સમયગાળા દરમિયાન જ તેમના રસ્તા અલગ થઈ ગયા હતા. તેમના બાળકોની જાણકારી તો સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી.

પુતિન

ફાસેન લાંબા સમય સુધી રશિયામાં કામ કરી ચુકયા છે. એક વખત તેમણે કહ્યું હતું કે, મેં રશિયન મહિલા સાથે લગ્ન કર્યા છે અને મારા બાળકો પણ છે. મારિયા પોતાની દાદીની સરનેમ વોરન્ત્સોવાનો ઉપયોગ કરે છે. તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રાઈનોલોજીમાં પ્રમુખ સંશોધક પણ છે. કોરોના સામે જ્યારે રશિયાએ ઝડપથી રસી તૈયાર કરવાનો દાવો કર્યો ત્યારે પુતિને કહ્યું હતું કે, મારી બે પુત્રીઓને પણ વેક્સીન આપવામાં આવી છે. મીડિયામાં પુતિનની પુત્રીઓને સામાન્ય રીતે મારિયા પુતિન અને યેકાતેરીના પુતિન તરીકે ઓળખવામાં આવે છે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV