GSTV
World

પુતિનની ભાગલા પાડો રાજ કરોની નીતિ / યુરોપિયન યુનિયનના પ્રતિબંધ બાદ પુતિન બખૂબી ઉઠાવી રહ્યા છે લાભ

રશિયાએ યૂક્રેન ઉપર હુમલો કર્યો એટલે અમેરિકાએ રશિયા પર ઓઈલ, ગેસ અને કોલસાની આયાત ઉપર પ્રતિબંધ મુક્યો. આ સાથે યુરોપિયન યુનિયને પણ રશિયા ઉપર કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. યુરોપિયન યુનિયનના પ્રતિબંધના કારણે લાલઘૂમ થયેલા રશિયાએ પહેલી એપ્રિલથી ગેસની આયાત કરનાર દેશોને રૂબલમાં ચુકવણી કરવાની સૂચના આપી હતી..

યુરોપિયન યુનિયનના પ્રતિબંધ બાદ યુરોપના અનેક દેશોએ ગેસ સપ્લાઈ માટે રશિયાને રૂબલમાં ચુકવણી પણ કરી. આ દેશોમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને સ્લોવાકિયાનો સમાવેશ થાય છે. યુરોપની 10 કંપનીઓએ ગૈજપ્રોમ બેંકમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. એટલે કે યુરોપની આ કંપનીઓ રશિયાને રૂબલમાં ચુકવણી માટે તૈયાર થઈ છે. કેટલાક જાણકારોનું કહેવું છેકે, યુરોપિયન યુનિયનમાં પડેલા ભાગલાનો પુતિન બખૂબી લાભ ઉઠાવી રહ્યા છે. પુતિન સીધી રીતે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરી રહ્યા છે. જેના માટે યુરોપને એક સંયુક્ત નિવેદન આપવું જરૂરી છે.

રશિયા દુનિયામાં ઓઈલનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક છે. આ પહેલા અમેરિકા અને સાઉદી અરબનો નંબર આવે છે. રશિયા દરરોજ 5 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે. જે પૈકી અડધો હિસ્સો યુરોપના દેશોને રશિયા સપ્લાઈ કરે છે. 2019માં યુરોપિયન યુનિયની કુલ આયાત પૈકી 41 ટકા ગેસ રશિયાથી આયાત કરવામાં આવ્યો હતો. જો રશિયા યુરોપના દેશને ગેસ સપ્લાઈ બંધ કરશે તો તેની સૌથી મોટી અસર ઈટલી અને જર્મનીને થવાની છે. કેમ કે, આ બન્ને દેશ મોટા પ્રમાણમાં રશિયા પાસે ગેસની આયાત કરે છે. બ્રિટન રશિયા પાસેથી 5 ટકા ગેસની આયાત કરે છે. પોલેન્ડ પાસે હાલ 76 ટકા ગેસનો સ્ટોક છે. તેની સામે બુલ્ગારિયા પાસે માત્ર 17 ટકા ગેસ છે.

રશિયાએ ગેસ અને ઓઈલની સપ્લાઈ રોકી જેથી યુરોપમાં તેની આર્થિક અસર જોવા મળશે. રશિયાના નિર્ણયથી યુરોપના દેશોમાં મંદીના વમળ પેદા થઈ શકે છે. યુરોપમાં જર્મની સૌથી મોટું અર્થતંત્ર છે. જર્મની રશિયાના ગેસ ઉપર નિર્ભર છે. જર્મનીની કેન્દ્રીય બેંકનું કહેવું છેકે, ગેસની સપ્લાઈ રોકવાથી જર્મનીમાં મોંઘવારી વધી શકે છે. આગામી દિવસોમાં યુરોપના દેશ ગેસના ઉપયોગ ઉપર કાપ મુકી શકે છે. કેમ કે, રશિયાના કડક વલણ સામે યુરોના દેશો હવે અકળાઈ રહ્યા છે.

Read Also

Related posts

યુક્રેનના નીપ્રો શહેરમાં બે માળની ઈમારત તબાહ, 13 ઘાયલ, રશિયા પર મિસાઈલ એટેક કરવાનો આરોપ

Hina Vaja

કેનેડાના ક્યૂબેકમાં એક મોટી દુર્ઘટના, માછલી પકડવા ગયેલા 11 લોકો ફસાયા, 4 બાળકો ડૂબી જતા મોતને ભેટ્યા

Hina Vaja

પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત

Hina Vaja
GSTV