GSTV

યુદ્ધની આશંકા / અમેરિકા અને તેના સમર્થકોને પુતિને આપી ચેતવણી, કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરે નહિતર…

Last Updated on November 24, 2021 by Zainul Ansari

યુએસ. ઇન્ટેલિજન્સને આશંકા છેકે રશિયા યુક્રેન સામે યુદ્ધ કાર્યવાહી કરી શકે છે પરંતુ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કંઇક અલગ જ રાગ આલાપી રહ્યા છે. બે દેશો વચ્ચેના વિરોધાભાસી નિવેદનોએ હાલ તો સમગ્ર વિશ્વને એ વિચારવા મજબૂર કર્યું છેકે જો યુદ્ધ થાય તો શું પરિસ્થિતી સર્જાશે.

ગત્ત સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે રશિયાની સેના યુક્રેન પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી રહી છે. આ સાથે જ પુતિને અમેરિકા અને તેના સમર્થકોને ચેતવણી આપી હતી કે તેઓ રશિયાને કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરે.

જોકે અત્યારસુધી કોઈપણ તે અંદાજો લગાવવામાં સફળ થયું નથી કે આખરે પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના વિદેશમંત્રી એંટની બ્લિંકને કહ્યું હતું કે, રશિયાની સૈન્ય એક્ટિવિટીઝ બાબતે અમને આશંકા છે પરંતુ, અમે એવું નથી કહી શકતા કે પુતિનના ઈરાદાઓ શું છે. પહેલાંની વાતોના આધાર પર એવો અંદાજો જરૂર લગાવી શકાય છે કે રશિયા કોઈ ભયજનક કાર્યવાહી શકે છે.

આમ રશિયા અને યુક્રેન વચ્ચેની પરિસ્થિતી પર સમગ્ર વિશ્વની નજર છે. શું યુએસની આશંકા સાચી ઠરશે.જો રશિયા યુદ્ધ જેવી કાર્યવાહી કરે છે તો સમગ્ર વિશ્વ પર તેની શું અસર વર્તાઇ શકે છે તેને લઇને સમગ્ર વિશ્વમાં હાલમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

Read Also

Related posts

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!