GSTV
Home » News » ટ્રમ્પ અને વ્લાદીમિર પુતિન વચ્ચે 16મી જુલાઈએ મુલાકાત કરાઈ નિર્ધારીત

ટ્રમ્પ અને વ્લાદીમિર પુતિન વચ્ચે 16મી જુલાઈએ મુલાકાત કરાઈ નિર્ધારીત

લાંબી અડચણો બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન વચ્ચે 16મી જુલાઈએ મુલાકાત નિર્ધારીત કરવામાં આવી  છે. આ મુલાકાત ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં થશે. આ મુલાકાત 11 અને 12 જુલાઈએ આયોજિત થનારા નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન નાટોના શિખર સંમેલન બાદ થશે. આ જાણકારી રશિયન સંસદ ક્રેમલિન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કાર્યાલય વ્હાઈટહાઉસે આપી છે.

ટ્રમ્પ અને પુતિન વચ્ચે અમેરિકા અને રશિયાના સંબંધો તથા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર વાતચીત થશે. પુતિન અને અમેરિકાના એનએસએ જોન બોલ્ટનની મુલાકાત બાદ ક્રેમલિન વિદેશ નીતિના સહયોગી યુરી ઉશકોવે કહ્યુ છે કે આ સમિટ બંને દેશોની પરસ્પર સંમતિથી કોઈ ત્રીજા દેશમાં આયોજિત કરવામાં આવશે. તેની તૈયારી માટે વધુ કેટલાક સપ્તાહની જરૂર હશે.

Related posts

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!