GSTV
News Trending World

૨૦ વર્ષથી સત્તામાં/ એલન મસ્ક કરતાં પણ પુતિન વિશ્વમાં સૌથી ધનિક, 15 લાખ કરોડની છે સંપત્તિ

અમેરિકા અને યુરોપના દેશોએ પુતિનની અંગત સંપત્તિ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો છે. પુતિનની સત્તાવાર સંપત્તિ બહુ ઓછી છે તેથી તેના કારણે કોઈ ફરક નહીં પડે એવું બધાં માને છે પણ વાસ્તવમાં આ નિર્ણય દ્વારા અમેરિકાએ પુતિન ફરતે બરાબરનો ગાળિયો કસ્યો છે. પુતિનને સત્તાવાર રીતે પગાર-ભથ્થાં મળીને ૧.૪૦ લાખ ડોલર એટલે કે લગભગ એક કરોડ રૂપિયા દર વર્ષે મળે છે. પુતિન પાસે પોતાની પાસે બે જૂની કાર અને મોસ્કોમાં એપાર્ટમેન્ટ છે. આ બધાની કિંમત પચ્ચીસક કરોડ રૂપિયાની આસપાસ થાય પણ બિનસત્તાવાર રીતે પુતિન પાસે ૨૦૦ અબજ ડોલરની સંપત્તિ હોવાનું કહેવાય છે.

વિશ્વમાં સૌથી ધનિક ટેસ્લાના એલન મસ્ક કરતાં પણ પુતિન ધનિક હોવાનું મનાય છે. રૂપિયામાં ગણીએ તો પુતિન પાસે ૧૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. પુતિન ૨૦ વર્ષથી સત્તામાં છે. આ દરમિયાન તેણે જે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો એ બધાં પાસેથી કમાણીના પચાસ ટકા લઈને અઢળક સંપત્તિ એકઠી કર્યાનું મનાય છે. પોતાની નજીકના માણસો અને સગાંના નામે યુરોપમાં પુતિને પ્રોપર્ટીઝ, શેર, લક્ઝરીયસ યોટ્સ-હોટલ્સ-બાર લીધાં છે. મોટી સ્પોર્ટ્સ લીગમાં ક્લબો પણ તેના નામે છે. અમેરિકા અને સાથી દેશો આ સંપત્તિઓને ફ્રીઝ કરીને પુતિનને શરણે લાવવા માગે છે. પુતિન સત્તાવાર રીતે આ સંપત્તિઓ પર દાવો નહીં કરી શકે તેથી સંપત્તિ બચાવવા અંદરખાને સોદાબાજી કરવા આવવું જ પડશે એવી અમેરિકાની ગણતરી છે.

ન્યુક્લીયર પાવર પ્લાન્ટ હવે રશિયાના કબજામાં છે તેથી યુક્રેન પર આ પ્રકારની ન્યુક્લીયર દુર્ઘટનાનો ખતરો ઉભો થયો છે. બલ્કે આખા યુરોપ પર ખતરો છે. રશિયાના બોમ્બમારાના કારણે લાગેલી આગથી હજુ સુધી ન્યુક્લીયર રેડિએશન લીક થયાના સમાચાર નથી પણ હુમલામાં થયેલા નુકસાનને કારણે પાછળથી પણ રેડિએશન લીક થઈ શકે. એવું થાય તો બહુ મોટી તબાહી થઈ જાય.

આ પ્લાન્ટ યુક્રેનની બિલકુલ મધ્યમાં છે તેથી રેડિએશન લીક થાય તો યુક્રેન તો આખું સાફ થાય જ પણ તેની નજીક આવેલા રોમાનિયા, બલ્ગેરિયા, પોલેન્ડ, હંગેરી, બોસ્વાનિયા, ગ્રીસ વગેરે દેશોને પણ અસર થાય. જર્મની, ફ્રાન્સ, સ્પેન, ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ વગેરે દેશો થોડાક દૂર છે પણ ન્યુક્લીયર રેડિએશન પ્રબળ હોય તો ત્યાં સુધી પણ પહોંચી શકે એ જોતાં પ્લાન્ટ પર રશિયાનો કબજો આખા યુરોપ માટે મોંકાણના સમાચાર છે.

આ પ્લાન્ટ કબજે થતાં રશિયાનો હાથ ઉપર થઈ ગયો છે. રશિયાને ન્યુક્લીયર શસ્ત્રો જ હાથ લાગી ગયાં છે એમ કહી શકાય. રશિયા પાવર પ્લાન્ટને ઉડાડીને તબાહી વેરવાનું પસંદ ના કરે પણ યુક્રેનનું નાક દબાવવા ઉપયોગ ચોક્કસ કરી શકે. ટૂંકમાં રશિયા પાસે હવે ટ્રમ્પ કાર્ડ એટલે કે હુકમનો એક્કો આવી ગયો છે. આ એક્કાનો ઉપયોગ કરીને રશિયા યુદ્ધની બાજીને પોતાની તરફેણમાં પલટી શકે છે. બેલારૂસમાં રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધીમાં થયેલી બે તબક્કાની મંત્રણામાં કોઈ પ્રગતિ થઈ નથી. હવે ત્રીજા તબક્કાની મંત્રણા થશે ત્યારે યુક્રેને નમવું પડે એવી સ્થિતી રશિયાએ પેદા કરી દીધી છે. ઝેલેન્સ્કી હવે શું કરશે એ ખબર નથી પણ રશિયા જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં ઝેલેન્સ્કીએ ખસી જવાની જરૂર છે. પુતિને ભારે તબાહીને ખતરો વહોરીને ન્યુક્લીયર પ્લાન્ટ પર હુમલો કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેનમાં સત્તાપલટો નહીં થાય ત્યાં સુધી રશિયા યુદ્ધ બંધ કરવાનું નથી.

રશિયા એ રીતે જીદે ચડયું છે ત્યારે ઝેલેન્સ્કીએ રશિયા સામે લડી લેવાની જીદ છોડવાની જરૂર છે. તેનું કારણ એ કે, પુતિનને આ જીદ પરવડે કેમ કે પુતિને બીજા દેશમાં લડવાનું છે. જે તબાહી થઈ રહી છે એ બીજા દેશમાં થઈ રહી છે. રશિયાના થોડાક સૈનિકો મર્યા છે પણ રશિયન પ્રજા સલામત છે તેથી પુતિને કોઈનો આક્રોશ સહન કરવાનો નથી. ઝેલેન્સ્કીના કિસ્સામાં વાત સાવ ઉંધી છે. તબાહી પણ યુક્રેનની થઈ રહી છે અને મરી પણ યુક્રેનિયનો રહ્યાં છે.

Read Also

Related posts

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel
GSTV