રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુતિનની શારીરિક સ્થિતિ અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પુતિન થાઇરોઇડ કેન્સર કે પાર્કિન્સન્સ રોગથી પીડિત હોવાનું કહેવાય છે. 69 વર્ષની વયે પુતિન રશિયનો ફિટ અને સેક્સી રાજનેતા તરીકે ઓળખે છે.
પણ તાજેતરમાં પુતિન મીડિયા સામે આવ્યા ત્યારે અત્યંત નબળા અને થાકેલા દેખાયા હતા. પુતિન કેટલાય સમયથી થાઇરોઇડ કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોના સંપર્કમાં રહે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કોના સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના સર્જન યેવગેની સેલિવાનોવ બ્લેક સી સમુદ્રના કિનારે આવેલા પુતિનના મહેલમાં તેમને મળવા 35 વખત જઈ ચૂકયા છે.

સેલિવાનોવ થાઇરોઇડ કેન્સર નિષ્ણાત છે. આ અહેવાલ તે દાવાનું સમર્થન કરે છે કે પુતિને યુક્રેન પર હુમલો ત્યારે કર્યો જ્યારે તે તબીબી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. રાજકીય વિશ્લેષક વલેરી સોલાવીએ દાવો કર્યો છે કે પુતિન કેન્સરનું ઓપરેશન પણ કરાવી ચૂક્યા છે.
વિડીયો ફૂટેજ મુજબ પુતિન સતત તેમના પગ હલાવતા અને આંગળીઓ વાળતા દેખાયા છે. આ વાસ્તવમાં પાર્કિન્સન્સ રોગનું લક્ષણ છે. એક ટીવી મીટિંગમાં પુતિનને ખાંસી ખાતા પણ દેખાડાયા હતા, પરંતુ ક્રેમલિને તેના આરોગ્ય સંલગ્ન દાવાઓને ફગાવી દીધા છે.
Read Also
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા