રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને વર્ષ પૂરુ થવાના આરે છે. ગયા વર્ષે ફેબુ્રઆરીના અંતિમ દિવસોમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ હુમલાના વર્ષ પછી પણ રશિયાને સફળતા મળી શકી નથી. રશિયાના રાષ્ટ્પતિ પુતિને ઘણી વખત પરમાણુ હુમલાની ચેતવણી આપી છે. આ ચેતવણી છતાં પણ યુક્રેન પાછું પડયું નથી. આ પહેલા પુતિન ભાગ્યે જ ન્યુક્લિયર સુટકેસ સાથે દેખાયા છે.

હવે પુતિન ન્યુક્લિયર બ્રીફકેસ સાથે નજરે આવ્યા છે.તેના પછી કેટલાય પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ યુદ્ધ વચ્ચે પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી પણ આપી છે. તેની સાથે યુક્રેન માટે પણ ખતરાની ઘંટી વાગવામાં આવી હોવાનું કહેવાય છે.

રાષ્ટ્રપતિ પુતિનના બે બોડીગાર્ડ બ્રીફકેસ સાથે નજરે આવ્યા. બંને પુતિનની ઘણા નજીક ઊભા હતા.બેમાથી એકની પાસે ફોલ્ડઅપ શીલ્ડ હતી, જેથી ગોળીબારની કોઈપણ ઘટના થાય તો પુતિનને સલામત બચાવી શકાય. જ્યારે બીજી બ્રીફકેસમાં પરમાણુ હુમલો શરૂ કરવા માટેનું બટન હતું. વાસ્તવમાં સ્ટેલિનગ્રાડની લડાઈમાં હિટલર પર વિજય મેળવ્યાની ૮૦મી વર્ષગાંઠ મનાવવા માટે પુતિન દક્ષિણી રશિયન શહેર વોલ્ગોગ્રાડમાં પહોંચ્યા હતા. સ્નાઇપર્સ પણ રાષ્ટ્રપતિ પુતિનની સલામતી માટે હાજર હતા. આ ઉપરાંત સ્થાનિક ગવર્નર એન્ડ્રી બોચારોવને પણ પુતિનની જોડે આવતા પહેલા નવ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી.
READ ALSO
- પ્રેમ માટે પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પાછી ફરી, પહેલી તસવીર સામે આવી
- ‘ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો……’, જસ્ટિન ટ્રૂડોને આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો
- અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, કેન્દ્રની હાઈ-લેવલ કમિટી આવી તાત્કાલિક એક્શનમાં
- VIDEO / મીની કૂકરમાં ભાત, હથેળીથી પણ નાની કડાઈમાં પાલક પનીર, અનોખા કિચન સેટમાં તૈયાર કર્યું ભોજન
- ટનલમાં જિંદગી મોત વચ્ચે શ્રમિકો લડી રહ્યા હતા લડાઈ, ત્યારે શું થયું હતું પીએમઓની બેઠકમાં?