GSTV
Gujarat Government Advertisement

શું એક કારનું FASTag બીજામાં લગાવી શકાય? કાર વેચી દીધી તો શું થશે, અહીંયા જાણો તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ

Last Updated on February 16, 2021 by Ankita Trada

આજથી જો તમારે નેશનલ હાઈવે પરથી પસાર થવાનું છે તો તમારી કારમાં FASTag હોવું ફરજિયાત છે, નહીતર બેગણો ટેક્સ આપવા માટે તૈયાર રહો. 15 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં બધી ફોર-વ્હીલર્સ માટે FASTag ફરજિયાત બની ચૂક્યુ છે. જો તમે અત્યાર સુધી પોતાની ગાડીમાં FASTag લગાવ્યું નથી તો લગાવી લો. લોકોના મનમાં FASTag ને લઈને અત્યાર સુધી ઘણા પ્રકારના સવાલ પણ ઘૂમી રહ્યા છે. આવા જ ઘણા Frequently Asked Questions (FAQs) ના જવાબ નેશનલ હાઈવે અથોરિટીએ આપ્યા છે.

  1. સવાલ- શું FASTag પેમેન્ટ કોઈ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળે છે?

જવાબ- જે પણ યુઝર્સ FASTag થકી ટોલ પ્લાઝા પર પેમેન્ટ કરે છે તેમને 10 ટકાનું કેશબેક મળે છે. આ કેશબેકની રકમ તેમના FASTag એકાઉન્ટમાંથી અઠવાડિયાની અંદર પરત કરી દેવામાં આવે છે.

  1. શું દરેક ગાડી માટે અલગ-અલગ FASTag લેવું જરૂરી છે?

જવાબ- હાં, તમારે દરેક ગાડી માટે અલગ-અલગ FASTag લેવું પડશે.

fastag
  1. શું એક ગાડીનું FASTag બીજી ગાડીમાં વાપરી શકો છો?

જી નહીં FASTag દરેક ગાડી માટે KYC ડૉક્યૂમેન્ટ્સ જમા કર્યા બાદ ચાલુ હોય છે. જો માની લો કે, એક FASTag કોઈ કાર માટે ખરીદવામાં આવ્યું છે અને તેનો વપરાશ કોઈ ટ્રકમાં કરવામાં આવ્યો છે તો આવા FASTag ને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. યૂઝર્સને સૂચના આપવામાં આવે છે કે, તે ક્યારેય આવુ ન કરે.

  1. સવાલ- જો મેં પોતાનો FASTag ખોઈ દીધો છે, તો તેમાં રહેલ એકાઉન્ટ બેલેન્સનું શું થશે?

જવાબ- તમારે તરત FASTag જાહેર કરનારી કંપનીના કસ્ટમર કેર પર ફોન કરી તેને બ્લોક કરાવવાનું રહેશે. જ્યાં તમે નવુ એકાઉન્ટ લેશો તો કંપની પોતાની બાકી રકમને નવા એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેશે. એટલે તમારી રકમ સુરક્ષિત રહેશે.

fastag
  1. સવાલ- મને કેવી રીતે જાણવા મળશે કે, મારા એકાઉન્ટમાંથી સાચા પૈસા કપાયા છે?

જ્યારે પણ તમારા FASTag એકાઉન્ટમાંથી પૈસા કપાય છે તો એક SMS તમારા મોબાઈલ પર આવે છે. તે સિવાય ક્યાં પ્લાઝા પર કેટલી ફી લાગે છે તે માટે ડિસ્પ્લે લાગેલી હોય છે. જેના પર ટોલ ફીની સંપૂર્ણ જાણકારી લખેલી હોય છે.

  1. સવાલ- હું એક ટોલ પ્લાઝાની 10 કિલોમીટરની રેન્જમાં રહું છું, શું મારે FASTag લેવાની જરૂરિયાત છે.

હાં તમારે ત્યારે પણ FASTag લેવાની જરૂરિયાત હશે, જે તમારે FASTag લેનનો વપરાશ કરવાનો છે અને કેશબેક જોઈએ છે તો તમારે આ કરવાનું રહેશે.

  1. સવાલ- જો હું કોઈ બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયો તો?

જવાબ- FASTag દરેક દેશના દરેક ટોલ પ્લાઝા પર ચાલશે, જ્યારે તમે શહેર બદલો છો તો, FASTag ચાલુ કરનારી કંપનીના ગ્રાહક કેર પર ફોન કરી પોતાનું એડ્રેસ અપડેટ કરાવવું જોઈએ.

  1. સવાલ- શું એક ગાડીમાં એકથી વધારે FASTag નો વપરાશ કરી શકો છો?

જવાબ- તમે આવુ ક્યારે કરી શકશો નહી, આ બિલકુલ વર્જિત છે. જો એક ગાડીમાં એકથી વધારે FASTag નો વપરાશ કરવામાં આવ્યો છે તો યૂઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

  1. સવાલ- શું થશે જો હું પોતાની કાર વેંચી દવ અથવા ટ્રાંસફર કરી દવ તો?

જવાબ- જો તમે પોતાની કાર વેચી દીધી અથવા કોઈને ટ્રાંસફર કરી દીધી તો માત્ર FASTag જાહેર કરનારી કંપનીને સૂચત કરવાનું રહેશે.

  1. સવાલ- શું FASTagનો વપરાશ નેશનલ હાઈવે સિવાય ક્યાંક બીજે પણ કરવામાં આવી શકે છે.

જવાબ- રાજ્ય સરકારના હાઈવે માટે પણ FASTagનો વિસ્તાર કરવાની યોજના છે. સાથે જ FASTag થકી પાર્કિંગ ચાર્જ અને રસ્તા કિનારે બીજી સુવિધાઓ માટે તેનો વપરાશ વધારવા પર વિચાર થઈ રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!