GSTV
Home » News » અંબાણીને જેલમાં નાખો, રૂપિયા 550 કરોડ ન ચૂકવતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

અંબાણીને જેલમાં નાખો, રૂપિયા 550 કરોડ ન ચૂકવતાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો

સ્વિડનની ટેલિકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સને સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે, જો આરકોમ તેના બાકી નીકળતા 550 કરોડ રૂપિયા ન ચૂકવે તો કંપનીના ચેરમેન અનિલ અંબાણીને દેશ છોડીને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે અને તેમને સિવિલ જેલમાં નાખવામાં આવે તેવો આદેશ જારી કરવામાં આવે. એરિક્સને સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે, આ કેસમાં માનહાનીનો દાવો સ્વીકાર કરવા ઉપરાંત ટેલિકોમ કંપનીના લેન્ડર્સને તેના બાકી વ્યાજ સહિતના આખી રકમ આપવાનો આદેશ કરવામાં આવે. તેણે સુપ્રીમ કોર્ટ પાસેથી કંપનીની અસ્કયામતોને સિલ પર પ્રતિબંધ લગાવવા અને પહેલા વેચાયેલ મિલકતો માટે મળેલી પેટન્ટને અપીલેટ ટ્રાઈબ્યુનલના જુના ઓર્ડર મુજબ રિવર્સ કરવા માટે અપીલ કરી છે.

આરકોમ વિરુદ્ધ ઈન્સોલવન્સી પિટીશન મંજૂર કરી

એરિક્સને કોર્ટને કેસમાં કંપની વિરુદ્ધ એનસીએલટીના ઓર્ડર અને કાર્યવાહી પ્રમાણે ઈનસોલ્વન્સી રિજોલ્યૂશન પ્રોસેસ શરૂ કરવા મંજૂરી આપવા માટે અપીલ કરી છે. નેશનલ લો ટ્રીબ્યૂનલ (એનસીએલટી)એ પહેલા આરકોમ વિરુદ્ધ ઈન્સોલવન્સી પિટીશન મંજૂર કરી હતી. પરંતુ કંપની 46,600 કરોડ રૂપિયાના દેવાતળે 18,000 કરોડ રૂપિયાની ઓછા આપવા માટે એસેટ મોનેટાઈઝેશન પ્લાન બનાવીને આ પ્રોસેસથી બચવામાં સફળ રહી હતી.

આરકોમના ચેરમેન વિરુદ્ધ કોર્ટમાં માનીહાનીનો દાવો કરેલ છે

આરકોમના ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ માનહાનીનો દાવો એટલા માટે કાખલ કરવામાં આવ્યો, કેમ કે તેમણે કંપની પર ચઢેસ એરિક્સનના દેવાની ચૂકવણી સમયસર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પર્સનલ ગેરન્ટી આપી હતી. પેમેન્ટની પહેલી ડેડલાઈન 30 સપ્ટેમ્બર,2018 હતી, જે જતી રહી છે. આના પર એરિક્સને ઓક્ટોબરમાં આરકોમના ચેરમેન વિરુદ્ધ કોર્ટમાં માનીહાનીનો દાવો કરેલ છે.

રિલાયન્સ જિયો સાથે સ્પેક્ટ્રમ ડીલને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું

એરિક્સનના બાકી નીકળતા નાણા ચૂકવવા માટે આરકોમને સુપ્રીમ કોર્ટ પાસેથી 15 ડિસેમ્બર સુધીનો સમય મળ્યો હતો. આ કેસમાં આરકોમનું કહેવું છે કે, એરિક્સન અને લેન્ડર્સનું દેવું ચૂકવવામાં વિલંબનું કારણ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ છે. ડિપાર્ટમેન્ટ તરફથી રિલાયન્સ જિયો સાથે સ્પેક્ટ્રમ ડીલને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં નથી આવ્યું. કંપનીએ ડોટ વિરુદ્ધ કોર્ટમાં માનહાનીનો દાવો મુક્યો છે. સુપ્રીમ સોમવારે બન્ને કેસની સુનાવણી કરશે.

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!