GSTV

હદ છે! ચાલતી ટ્રેનમાં 8 હેવાનોએ મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, બોગીમાં કોઈની હિંમત પણ ના થઈ તેમને રોકવાની

રેપ

Last Updated on October 11, 2021 by pratik shah

ટ્રેનની એક બોગી, જેમાં સામાન્ય રીતે 72 સીટો હોય છે, પરંતુ બુકિંગ હો તો બોગીમાં 72 યાત્રી હોઈ શકે છે,કોઈ જરૂર નથી કે 72 મુસાફરોમાં તમામ લોકો સાહસી હોય અને પોતાની આંખોની સામે એક મહિલાની સાથે છેડતી થતી જોઈને ગુન્હેગારોનો મુકાબલો કરવા માટે ઉઠે નહી, લખનઉથી મુંબઈ વચ્ચે દોડતી પુષ્પક એક્પ્રેસમાં શુક્રવારના રોજ અમાનવીય ઘટના સર્જાઈ હતી, જેમાં આઠ હેવાનોએ એક મહિલા સાથે ગેંગરેપ કર્યો અને લૂટફાટ પણ મચાવી હતી. આ ઘટના ઈગતપુરી અને કલ્યાણ સ્ટેશન વચ્ચે થઈ હતી. કસારા ઘાટથી પસાર થતી ટ્રેનોમાં આ અંતર કાપવામાં 28 મિનીટનો સમય લાગે છે.

25 વર્ષીય ગુલફામ અલી આ ઘટનના સાક્ષી

RAPE

25 વર્ષીય ગુલફામ અલી આ ઘટનના સાક્ષી છે. તેમણે એક ગુન્હેગારને ઝડપ્યો હતો. ગુલફામ અલીના જણાવ્યા મુજબ તેઓ 8 લોકો હતા, અને જેવા તેઓ ટ્રેનમાં ઘુસ્યા અને મુસાફરો સાથે આક્રમક વ્યવહાર કરવા લાગ્યા હતા. લખનઉના રહેવાસી અલી મુંબઈ જઈ રહ્યા હતા, તેઓ એ બોગીમાં હતા જે બોગીમાં હેવાનો એ મહિલા સાથે અત્યાચાર કર્યો હતો.

રેલવે

અલીએ જણાવ્યું કે એવું લાગી રહ્યું હતું કે તેમણે દારૂનું સેવન કર્યું હતું કે અથવા કોઈ પ્રકારનું ડ્રગ્સ લીધું હતું. ટ્રેન જેવી સ્ટેશનથી રવાના થઈ તો તેઓ હિંસક બની ગયા હતા, તેમણે જણાવ્યું કે તેમની પાસે હાથોમાં પહેરવાવાળું નક્કલ ડસ્ટર હતું. અને તેમણે ઘણા મુસાફરોના માથા પર માર્યું હતું, અને તેમના રૂપિયા પણ ઝૂંટવી લીધા હતા.

અલીએ જણાવ્યું કે ટ્રેન જેવી કસારા ઘાટ સ્ટેશન પર પહોંચી, તે આઠ ગુન્હેગારોએ એક મહિલાની સાથે છેડતી કરવાની શરૂ કરી દીધી હતી. કસારા ઘાટમાં ટ્રેનો માટે નિકળવા માટે ઘણા બધા ટનલ છે. આ દરમ્યાન પેસન્જરો સાથે લૂંટપાટ કરી આ એ સમય હતો તે દરમ્યાન તેઓ વધુ ઉગ્ર અને હિંસક બન્યા હતા. તેમની પાસે ધારદાર હથિયાર પણ હતા, તે સમયે તેમની નજર એક મહિલા પર પડી, જે તેના પતિ સાથે બેઠી હતી. ગુન્હેગારોએ તે મહિલા સાથે દુરવ્યહાર કરવા લાગી ગયા, તે દરમ્યાન તેનો પતિ પણ તેમનો વિરોધ કરવા લાગ્યો હતો. પરંતુ તે દરમ્યાન ગુન્હેગારોએ તેમના પર હુમલો કરી દીધો હતો. પરંતુ તેમણે એક યાત્રીને ટ્રેનની બહાર ફેંકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેનની ગતી ધીમી હોવાને કારણે તે બચી ગયો હતો.

કાયરોની જેમ તમામ લોકો જોતા રહ્યા….

અલીએ જણાવ્યું કે આરોપીઓ હેવાન બની ગયા અને એક પછી એક તમામની નજર સમક્ષ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. ટ્રેનમાં બેઠેલા તમામ લોકો ડરી ગયા અને તેમને રોકવાની કોઈ હિંમત પણ એકત્રીત ના કરી શક્યા. તેઓ મહિલાને ભૂખ્યા વરૂની જેમ નોંચતા રહ્યા, આ દરમ્યાન ટ્રેન કસારા સ્ટેશન પર પહોંચી તો કેટલાક મુસાફરોએ હિંમત એકત્રીત કરીને બૂમાબૂમ કરવા લાગ્યા, આ તક જોઈને 8 લોકો ભગી રહ્યા હતા તેમાંથી એક આરોપી ઝડપાઈ ગયો, લોકોની બૂમરાણ જોતા પોલીસ પણ બોગી આવી ગઈ અને વધુ એક આરોપી પણ ઝડપાયો જ્યારે 6 આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા.

READ ALSO

Related posts

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

pratik shah

ચિંતાજનક સ્થિતિ / ભારતમાં ફેલાયો ઓમીક્રોનનો ભય, દક્ષિણ આફ્રિકાથી આવેલા વિદેશી પ્રવાસીઓ થયા લાપતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!