GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મોદીએ ગુજરાતના આ કેન્દ્રીયમંત્રીની માતાના ખબર અંતર પૂછવા માટે કર્યો આજે ફોન, સપડાયા છે કોરોનામાં

કેન્દ્રીયમંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના માતાને કોરોના પોઝિટિવ આવતા તેમને ગાંધીનગર ખાતે home quarantine કરવામાં આવ્યા છે. આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ફોન દ્વારા રૂપાલા સાથે વાત કરી તેમના માતાની તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા, તેમજ તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રૂપાલા સાથે ફોન દ્વારા વાત કરી તેમના માતાની તબિયત અંગે જાણકારી મેળવી હતી. તેમજ તેઓ જલ્દી સાજા થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 પાંચ દિવસથી આવી રહ્યા 700+ કેસ

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં નોંધાયા 5100 નવા પોઝીટીવ, અમદાવાદમાં ઘટ્યા પરંતુ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પ્રસર્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના આંક છેલ્લા 5 દિવસથી 700 પ્લસ આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીનો આંક 38 હજારને પાર થયો છે. આ જ ગતિ ચાલુ રહી તો જુલાઈ અંત પહેલા જ ગુજરાતમાં 51 હજારનો આંક વટી જશે. રાજ્યમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના આંક એકાએક નીચા આવી ગયા છે પરંતુ રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે સુરત, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, વલસાડ, ભરૂચ વગેરે વિસ્તારોમાં નવા કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. સુરતમાં સતત 10 દિવસથી 200થી વધારે નવા કેસો આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો હોય તેમ એક વિસ્તાર પૂરતો સીમિત ન રહેતાં રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં સતત નવા કેસોમાં વધારો થયો છે. જેના લીધે જુલાઈ મહિનામાં સતત નવા રેકોર્ડો સાથે કોરોના સંક્રમણના આંક બહાર આવી રહ્યા છે.

આજે રેકોર્ડબ્રેક 783 નવા પોઝીટીવ વધ્યા

રાજ્યમાં આજે વધુ 783 નવા પોઝીટીવ કેસ આવતા કુલ આંક 38419ને પાર થયો છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મોતની સંખ્યા ઘટી છતાં મોતનો આંક 2 હજાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના મહામારીથી અત્યાર સુધી 1995 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સતત 5 દિવસથી 200થી ઓછા કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના નવા 156 પોઝીટીવ કેસ આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 22418 લોકો સંક્રમિત થયા છે. અમદાવદમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા સતત બીજા દિવસે 5 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધી 1,505 લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana

એક કોરોના પોઝિટીવ મહિલાએ ભારતના પડોશી દેશના 7.50 લાખ લોકોને ઘરમાં પૂરી દીધા, દેશ 21 દિવસ માટે બંધ

Pravin Makwana

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!