400 કરોડના કૌભાંડમાં ગુજરાત ભાજપના કદાવર નેતા સામે વોરંટ નીકળ્યું

400 કરોડના ફિશરીઝ કૌંભાંડ મામલે ગાંધીનગર એસીબી કોર્ટે પૂર્વ પ્રધાન પુરુષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યુ કર્યુ છે. ગત 21 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે 15 દિવસમાં ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો હતો. આ મામલે પુરુષોત્તમ સોલંકી સિવાય તમામ આરોપીઓ હાજર રહ્યા હતા.

શુક્રવારની સુનાવણી દરમ્યાન પુરુષોત્તમ સોલંકી કે તેમના વકીલ હાજર ન રહેતા ફરિયાદીએ વોરંટ ઈશ્યુ કરવાની માંગ કરી હતી. જે બાદ કોર્ટે વોરંટ ઈશ્યુ કરીને આ મામલે વધુ સુનાવણી 4 માર્ચના રોજ મુકરર કરી છે.

2007માં પહેલીવાર પુરષોતમ રૂપાલા તળાજાથી ધારાસભ્ય પદની ચૂંટણી જીત્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં તેમને પહેલી વાર ફિશનરીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. ભાજપના કદાવર નેતા હોવાના કારણે 2017માં પણ તેઓ ભાવનગર ગ્રામ્યમાંથી જીત્યા હતા. આ પહેલા શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને તેમણે ભાવનગર ગ્રામ્યમાંથી જ હરાવ્યા હતા. શક્તિસિંહને હરાવ્યા બાદ ભાજપમાં તેમનો સિક્કો એક કદાવર નેતા તરીકે જામી ગયો હતો. જે પછી તેમણે સત્તત ત્રીજી વખત વિધાનસભાની ચૂૂંટણી જીતી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter