GSTV
Home » News » આખરે પરષોતમ સાબરિયાએ કર્યા કેસરીયા, જોડાયા ભાજપમાં

આખરે પરષોતમ સાબરિયાએ કર્યા કેસરીયા, જોડાયા ભાજપમાં

pursottam-sabariya

ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા આજે ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગર કમલમ ખાતે સમર્થકો સાથે તેઓ ભગવો ખેસ ધારણ કર્યો છે. આઇ કે જાડેજા અને કેસી પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

ધાંગધ્રાથી કોંગી ધારાસભ્ય રહેલા પરષોત્તમ સાબરીયાએ ગત આઠ માર્ચના દિવસે વિધાનસભા સ્પીકરને પોતાનું રાજીનામુ સુપરત કર્યુ હતું. નાની સિંચાઇ યોજનામાં આરોપી તરીકે તેમનુ નામ આવ્યા બાદ તેમની પર ભાજપ પર જોડાવાનુ દબાણ હોવાની ચર્ચા ચાલી હતી.

જો કે આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આવુ કોઇ દબાણ હોવાનો ઇન્કાર કરતા કહ્યુ હતુ કે હુ નિર્દોષ છુ અને કાયદા પર ભરોસો છે અને હુ આ આરોપોમાંથી છુટી જઇશ. કોંગ્રેસમાંથી રાજીનામા માટે તેમણે પક્ષમાં ચાલતી ટાંટિયાખેંચને જવાબદાર ઠેરવી હતી. સાથે જ જીવન પૂરુ થાય ત્યાં સુધી ભાજપમાં રહેવાનો દાવો પણ કર્યો હતો.

READ ALSO

Related posts

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સુરત પહોંચેલા હાર્દિક પટેલ પર ટપલીદાવ થયો? પોલીસ-પાસ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો

Riyaz Parmar

સુરત અગ્નિકાંડ બાદ તંત્ર આવ્યું એક્શનમાં, કરોડોની કિંમતનું વસાવ્યું આ ફાયર વાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!