GSTV

IPL 2020: પર્પલ કેપની રેસ વધારે રોચક બની, ફાઇનલ સુધી જંગ જામશે

Last Updated on November 9, 2020 by Ankita Trada

IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હવે માત્ર એક જ મેચ બાકી રહી ગઈ છે અને તેમાં ઓરેન્જ કેપ તથા પર્પલ કેપ માટે છેક સુધી જંગ જામવાનો છે. એક તરફ શિખર ધવનને ઓરેન્જ કેપ હાંસલ કરવા માટે 68 રનની જરૂર છે કેમ રે તેણે 603 રન ફટકાર્યા છે અને બીજી તરફ કિંગ્સ ઇલેવન પંજાબનો લોકેશ રાહુલ 670 રન ફટકારી ચૂક્યો છે. જોકે રાહુલની ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે એટલે મુકાબલો લગભગ એકતરફી છે.

વિકેટનો આંક 29 ઉપર પહોંચાડી દીધો

જોકે પર્પલ કેપ માટેનો મુકાબલો એમ લાગે છે કે ફાઇનલની છેલ્લી ઓવર સુધી જામવાનો છે. મુંબઈ ઇન્ડિયન્સનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 27 વિકેટ લઈને રમી રહ્યો છે. તેનો કોઈ મુકાબલો થાય તેમ લાગતું ન હતું પરંતુ રવિવારની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેગિસો રબાડાએ ચાર વિકેટ લઈને તેની વિકેટનો આંક 29 ઉપર પહોંચાડી દીધો હતો. આમ તે હવે બુમરાહ કરતાં બે વિકેટ આગળ છે.

બંનેને બોલિંગ કરવાની તક રહેશે

મંગળવારે બુમરાહ અન રબાડા બંને રમવાના છે. મુંબઈની પહેલી બોલિંગ આવશે તો બુમરાહ તેની 27 વિકેટમાં જરૂર ઉમેરો કરશે પરંતુ ત્યાર બાદ તેનો જે આંક હશે ત્યાં સુધી પહોંચવાની રબાડા પાસે તક રહેશે. આવી જ રીતે દિલ્હી પહેલી બોલિંગ કરે તો રબાડા તેની 29 વિકેટના આંકને આગળ લઈ જશે અને મુંબઈની બોલિંગ વખતે બુમરાહ ત્યાં સધી પહોંચવાનો પ્રયાસ કરશે. મજાની વાત તો એ છે કે બુમરાહ અને રબાડા તેમની ટીમના આધારભૂત બોલર છે. બંને તેમના દેશની ટીમના પણ અત્યંત મહત્વના બોલર છે. આમ ફાઇનલ મેચમાં છેક છેલ્લે સુધી આ બંનેને બોલિંગ કરવાની તક રહેશે. આમ બનશે તો પર્પલ કેપની રેસ પણ છેલ્લી ઓવર સુધી ચાલવાની છે.

બુમરાહ હજી આગળ વધી શકે તેમ છે

બંને બોલર પાસે વધુ એક રેકોર્ડની પણ તક રહેલી છે. આઇપીએલના ઇતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ડ્વેઇન બ્રાવોના નામે છે. તેણે 2013માં 32 વિકેટ લીધી હતી. રબાડા આ સિઝનમાં 29 વિકેટ લઈ ચૂક્યો છે. 2011માં લસિત મલિંગાએ 28 અને 2013માં જેમ્સ ફોકનરે 28 વિકેટ લીધી હતી તો 2020માં જસપ્રિત બુમરાહ 27 વિકેટ લઈ ચૂક્યો છે. આમ રબાડા અને બુમરાહ હજી આગળ વધી શકે તેમ છે.

READ ALSO

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!