GSTV

પરિવર્તન: પુરી બન્યું દેશનું પહેલું RO મુક્ત શહેર, હવે મળશે 24 કલાક પીવાનું સ્વચ્છ પાણી

Last Updated on July 28, 2021 by Pritesh Mehta

RO Free City: પીવાનું સ્વચ્છ પાણી આજે દેશના દરેકે દરેક નાગરિકની જરૂરિયાતની સાથે સાથે સૌથી મોટું સંકટ પણ બન્યું છે. રાજધાની દિલ્હીથી લઈને તમામ મોટા શહેરોમાં સ્થિતિ એ છે કે RO વોટર પ્યોરીફાયર લગાવવું જરૂરી બની ગયા છે. કારણ કે RO વગર પાણી પીવાલાયક નથી હોતું. ROથી પીવાનું શુદ્ધ પાણી મળે છે. પરંતુ શું તમે જાણો છો RO માં ફિલ્ટર હોવાને કારણે પાણીમાંથી ઘણા મિનરલ્સ પણ નીકળી જાય છે. જેની તમારા શરીર સખત જરૂરિયાત હોય છે. એવામાં આજે તમને દેશના એક એવા શહેર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પીવાના પાણી માટે ROની જરૂર નથી પાર્ટી. અહીં નળ માંથી જ સતત 24 કલાક પીવાલાયક શુદ્ધ પાણી જ આવશે.

RO મુક્ત થયું શહેર

ઓડિશાનું પુરી દેશનું પહેલું અને એકમાત્ર એવું શહેર બની ગયું છે જ્યાં સતત 24 કલાક નળથી જ પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. નળનું પાણી એટલું શુદ્ધ હશે કે ફિલ્ટર કરવાની જરૂર જ નહીં પડે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકએ તાજેતરમાં જ પુરીમાં ‘નલ સે પેયજલ’ મિશનનું ઉદ્ઘાટન કર્યું છે.

RO Free Water

કરોડો લોકોને મળશે લાભ

પુરી જગન્નાથ યાત્રા માટે જગવિખ્યાત છે. અહીંની વસ્તી લગભગ અઢી લાખ જેટલી છે. એવામાં આ યોજનાનો લાભ શહેરના લોકોને તો મળશે જ પરંતુ સાથે સાથે દરવર્ષે પવિત્ર યાત્રાધામની યાત્રા પર આવતા લગભગ 2 કરોડ પર્યટકોને પણ તેનો લાભ મળશે.

લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી

મુખ્યમંત્રી નવીન પટનાયકએ આ મિશનનું ઉદ્ઘાટન કરતા કહ્યું છે કે ઘરે ઘરે નળથી જ ગુણવત્તાપૂર્ણ પીવાનું પાણી પહોંચાડવું એક ક્રાંતિકારી પરિયોજના છે અને પૂરીને એક વિશ્વ સ્તરીય શહેર બનાવવામાં એક મહત્વનું પગલું છે.

સપનું બન્યું હકીકત

સીએમએ આગળ કહ્યું કે હવે પુરીના નિવાસીઓ, પર્યટકો અને તીર્થયાત્રીઓ માટે શહેરભરમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ છે. ઓડિશાના ઘરે ઘરે નળથી શુદ્ધ પાણી પહોંચાડવાનું મારુ સપનું હતું જે હવે હકીકત બની ગયું છે.

પેયજલ યોજનાનું બજેટ વધારવામાં આવ્યું

સીએમ નવીન પટનાયકે જણાવ્યું કે પેયજલ બજેટ પાંચ વર્ચમાં બમણું કરી દેવામાં આવ્યું છ્હે. પહેલા આ 200 કરોડ રૂપિયા હતું જે હવે પાંચ વર્ષમાં વધારીને 4000 હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

અન્ય રાજ્યો પણ શીખે

જણાવી દઈએ કે ભારતમાં ઘણી જગ્યાએ તો અનેક દિવસો સુધી પીવાનું પાણી જ નથી આવતું. મોટા શહેરોમાં નળમાં પાણી તો આવે છે પરંતુ તે એટલું ગંદુ હોય છે કે RO વગર ચાલી જ ન શકે. એવામાં RO માં ફિલ્ટર હોવાને કારણે પાણીમાંથી જરૂરી મિનરલ્સ પણ નીકળી જાય છે સાથે જ પાણીનો વેડફાટ પણ ઘણો થાય છે. એવામાં દરેકે દરેક રાજ્યએ ઓડિશા પાસેથી શીખ લેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah

શેરબજાર ધરાશયી: કોરોનાના નવા ખતરનાક વેરીએન્ટના ડંખથી વૈશ્વિક બજારો તૂટયા, ભારતીય રોકાણકારોના તો 7.36 લાખ કરોડ ધોવાયા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!