GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કેન્દ્ર સરકારના આ મંત્રીના ઘરે પણ આવતું નથી પીવાલાયક પાણી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

પીવાના પાણીની ગુણવત્તા ચકાસતા બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્રના અન્ન અને જાહેર વિતરણ ખાતાના પ્રધાન રામ વિલાસ પાસવાનના ઘરેથી લીધેલા પીવાના પાણીના નમૂના પણ ઊતરતી કક્ષાના હતા. એ પાણી પીવાલાયક નથી.બીએસઆઇએ પાટનગર નવી દિલ્હીમાં દસ બાર સ્થળેથી પીવાના પાણીના નમૂના લીધા હતા અને લેબોરેટરીમાં એની ગુણવત્તા તપાસી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી હતી.

પાસવાનના ઘરમાંથી લીધેલા નમૂના ધારાધોરણ વિનાના

તેમણે કોર્ટને કહ્યું હતું કે પાસવાનના બંગલેથી લીધેલા પાણીની ગુણવત્તા વાસ, એલ્યુમિનિયમ અને કોલીફોર્મના નક્કી થયેલા ધારાધોરણ મુજબનું નહોતું. કેન્દ્રીય પ્રધાનના બંગલાની આ સ્થિતિ હોય તો સામાન્ય નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી કેવી રીતે મળતું હશે. દિલ્હીમાં મ્યુનિસિપાલિટી પાઇપ લાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું પાણી પહેાંચાડે છે.

તમામ નમૂનાઓ ઉતરતી કક્ષાના

બીએસઆઇએ ડઝનબંધ નમૂના લઇને નેશનલ એક્રેડિશન બોર્ડ લેબોરેટરીમાં મોકલ્યા હતા. તમામ નમૂના નક્કી થયેલા સ્ટાન્ડર્ડ કરતાં ઊતરતી કક્ષાના હતા એમ સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ દીપક ગુપ્તાએ બીએસઆઈને પીવાના પાણીની ગુણવત્તા તપાસીને રિપોર્ટ આપવાની સૂચના આપી હતી.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!