GSTV

ટેકાના ભાવ કરતા બજારમાં મગફળીના ભાવ વધુ, ખેડૂતોએ સરકારની યોજનાને ગણાવી લોલીપોપ

Last Updated on October 26, 2020 by

રાજ્ય સરકારે મગફળીની 1055 રૂપિયાના ભાવે ખરીદી શરૂ કરી છે. જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 2278 ખેડૂતોને મેસેજ કરવામાં આવતા હતાં. જેમાંથી માત્ર 186 ખેડૂતો પોતાની મગફળી વેચવા પહોંચ્યા હતા. જેમાં 350 થી 400 મેટ્રિક ટન જેની કિંમત 1 કરોડથી વધુની થાય છે તેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. હાલમાં બજારમાં 1200 થી 1300 રૂપિયા મગફળી ભાવ છે. જ્યારે સરકાર 1055 રૂપિયાના ભાવે મગફળી ખરીદી કરી રહી છે. જેથી ખેડૂતો ટેકાના ભાવને બદલે બજારમાં મગફળી વેચી રહ્યા છે.

જુનાગઢ માંગરોળમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઇ. પરંતુ ખેડૂતો આ ભાવ માત્ર લોલીપોપ ગણાવ્યો હતો..પંદર જેટલા ખેડૂતોને મેસેજ કરીને આજે બોલાવાયા હતા. પરંતુ એક પણ ખેડૂત મગફળી વેચાણ કરવા આવ્યા ન હતા. પરંતુ તમામ કર્મચારીતો સવારના સાત વાગ્યાના માર્કેટ પહોંચી ગયા હતા. જયારે ખેડૂતોએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ટેકાના ભાવ લોલીપોપ સમાન છે. હાલમાં અતિવૃષ્ટિના કારણે માંગરોળ તાલુકામાં મગફળીનો પાક ફેઇલ થયો છે. પરંતુ બાકી બચેલી મગફળીનો ટેકાના ભાવ કરતાં ખાનગી ભાવ વધારે હોવાથી ખેડૂતો મગફળી ખાનગી વેપારીઓને વેચાણ કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!