GSTV

ઉત્તર ધ્રુવની માલિકી કોની? સૌ કોઈની, એટલે કે કોઈની નહીં, તો પછી ચાલો એ આખા પ્રદેશની હરાજી કરી નાખીએ…

ઉત્તર ધ્રુવ

Last Updated on October 15, 2021 by Lalit Khambhayata

ઉત્તર ધ્રુવ સૌની સહિયારી માલિકીનો પ્રદેશ છે.. એટલે કે કોઈની માલિકીનો નથી. તો પછી તેનું ખરીદ-વેચાણ કર્યું હોય તો.. એવા આઈડિયા સાથે અમેરિકામાં કેટલાક ભેજાગેપ ભેગા થયા. એ સમગ્ર પ્રક્રિયા એટલે જૂલે વર્ને લખેલી વાર્તા The Purchase of the North Pole. તેનો ગુજરાતી અનુવાદ ઉત્તર ધ્રુવની હરાજી નામે જીગર શાહે કર્યો છે. એ અત્યંત રસપ્રદ સાહસ-વિજ્ઞાનકથામાંથી એક પ્રકરણ અહીં રજૂ કર્યું છે.

બાર્બીકેન ઍન્ડ કંપની, બાર્બીકન ગન ક્લબના પ્રમુખ અને ગન ક્લબના અન્ય સભ્યોને ઉત્તર ધ્રુવમાં શું રસ હતો? એનો જવાબ સમય આવતાં જ મળવાનો હતો. એ પહેલાં આ ક્લબના મુખ્ય સભ્યો કોણ હતા તે જાણી લઈએ. ઇમ્પેય બાર્બીકેન, બાર્બીકન ગન ક્લબ બાલ્ટીમોરના પ્રમુખ હતા. કૅપ્ટન નીકોલ, જે. ટી. માસ્ટન, ટોમ હન્ટર, બીલ્સબે અને કર્નલ બ્લૂમ્સબેરી ક્લબના મુખ્ય સભ્યો હતા. ટોમ હન્ટરનો એક પગ લાકડાંનો હતો. જેને વીસ વર્ષ પહેલાની ઘટના યાદ હશે તે બધા આ લોકોને ખૂબ સારી રીતે ઓળખતા હશે. બધા સભ્યો હિંમતવાન, કંઈ નવું કરવાના ઉત્સાહી હતા. ઘણા સમયથી તેમનું નામ કોઈ વિચિત્ર અને મોટા સાહસમાં સંભળાયું ન હતું. જેમ તોપને લાંબો સમય વાપરવામાં ન આવે તો તે નકામી બને અને માત્ર મ્યુઝિયમની શોભા બને એમ આ સભ્યો પણ ઘણા સમયથી નવું જોખમ નહીં કરવાથી સ્થિતપ્રજ્ઞ બની ગવા હતા?ગન ક્લબની સ્થાપના કરવામાં આવી ત્યારે તેમાં 1833 સભ્યો હતા. મોટા ભાગના સભ્યો એવા હતા જેમણે યુદ્ધમાં પોતાનો એક હાથ કે પગ ગુમાવ્યો હોય. એ ઉપરાંત 30,575 જેટલા સભ્યો સક્રિય સભ્યો ન હતા. પણ પત્રવ્યવહારથી જોડાયેલા હતા. તેમ છતાં તેઓને પણ ક્લબની પ્રવૃત્તિમાં ઊંડો રસ રહેતો ગન ક્લબને સૌથી વધુ પ્રસિદ્ધિ તેમના પૃથ્વીથી ચંદ્ર ફરતે સમાનવ યાન મોકલવાના અભિયાનને લીધે મળી હતી. આવું સાહસ તેમણે વીસ વર્ષ પૂર્વે કર્યું હતું. એ અભૂતપૂર્વ ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી બની રહે છે. અમેરિકી ગૃહયુદ્ધના કેટલાંક વર્ષો બાદ ગન ક્લબના સભ્યો કંટાળી ગયા હતા. તેમને યુદ્ધ જેવું જ જોખમી સાહસ ખેડવાની તાલાવેલી જાગી હતી. તેમને પૃથ્વીથી ચંદ્રની ફરતે એક સમાનવ યાન મોકલવાનો વિચાર સ્ફૂર્યો. તે માટે તેમણે 900 ફૂટ લાંબી અને છ ફૂટ પહોળી એક તોપ બનાવવાનું નક્કી કર્યું, જેમાંથી ધાનને છોડી શકાય. આ અભિયાન માટે જે સ્થળ નક્કી કરવામાં આવ્યું તેને મૂન સીટી નામ આપવામાં આવ્યું. તોપમાંથી યાનને છોડવા માટે 4,00,000 પાઉન્ડ દારૂગોળાનો પણ ઉપયોગ કરવાનો હતો.

તોપમાંથી સીલીન્ડ્રો-ક્રોનીકલ બૉમ્બ દ્વારા યાનને ચંદ્ર તરફ ફંગોળવામાં આવ્યું. યાનને ચંદ્ર સુધી પહોંચાડવા યોગ્ય ધક્કો મળે તે માટે છ મીલીયન મીલીયન લીટર જેટલા જ્વલનશીલ ગૅસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યાન સફળતાપૂર્વક છોડવામાં આવ્યું અને ચંદ્ર ફરતે આંટો પૂરો કરી ફરી પૃથ્વી પર પાછું આવ્યું. યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ પૅસિફિક મહાસાગરમાં 27° 7 અક્ષાંશ અને 141° 37 રેખાંશ પર દરિયામાં ઊતર્યું. અમેરિકી નૌકાદળની ફ્રિગેટ સુસક્યુહના એ યાનના સાહસિકોને બચાવ્યા હતા. યાનમાં કુલ ત્રણ માણસો હતા. બે સભ્યો ગન ક્લબના હતા. પ્રમુખ ઇમ્પેય બાર્બીકન અને કૅપ્ટન નીકોલ. બંને વ્યક્તિઓ પોતાનાં અજોડ સાહસો માટે વિખ્યાત હતા. તેમનો ત્રીજો સાથી એક ફ્રેંચ હતો. ત્રણે માણસો આ ભયાનક સફર પરથી સહીસલામત પાછા ફર્યા હતા. ત્રીજા સાહસિકનું નામ માઇકલ અરદાન હતું. ત્રણમાંથી બે અમેરિકીઓ આવા જ વધુ સાહસો ખેડવા હંમેશાં આતુર રહેતા. પણ અરદાન નવાં સાહસો માટે અમેરિકા રોકાયો ન હતો. તે યુરોપ પાછો ફર્યો ત્યારે તેણે સારી એવી રકમ મેળવી હતી. તેની નામના પણ ખૂબ વધી ચૂકી હતી. તે બાકીનું જીવન શાંતિથી ગુજારવા ઇચ્છતો હતો. છેલ્લી મળતી માહિતી મુજબ તે પોતાનાં ખેતરમાં કોબીજની ખેતી કરતો હતો.ચંદ્રની યાત્રા બાદ ઇમ્પેય બાર્બીકેન અને કૅપ્ટન નીકોલની ખ્યાતિ આખા અમેરિકામાં ફેલાઈ ગઈ હતી. તેઓ આવા જ કંઈ નવાં જોખમો ખેડવાની શોધમાં રહેતા. તેમને ગુજરાન ચલાવવા નાણાંની તો કોઈ અછત ન હતી. ચંદ્રયાત્રા માટે જાહેર ભરણા દ્વારા 50,00,000 ડૉલર તેમણે એકત્ર કર્યા હતા. જેમાંથી 2,00,000 ડૉલર જેટલી રકમ હજુ તેમની પાસે બાકી હતી. તેઓ પોતાના યાનને પ્રદર્શનમાં મૂકીને પણ સમગ્ર અમેરિકામાંથી આવતા પ્રવાસીઓ પાસેથી પણ જંગી કમાણી કરી શક્યા હોત. પણ તેમને તેવી કમાણીમાં રસ ન હતો. તેમને તો ચંદ્રયાત્રા જેવું ઝનૂની સાહસ જ ખેડવું હતું. તેથી જ તેમને ઉત્તર ધ્રુવની ખરીદીનો વિચાર આવ્યો હતો. આ વર્તુળને ખરીદી તેઓ શું કરવા ઇચ્છતા હતા તે માત્ર તેમના મગજમાં જ કેદ હતું.

એ ન ભૂલવું જોઈએ કે ઉત્તર ધ્રુવીય વર્તુળની બોલી આઠ લાખ ડૉલરથી પણ ઊંચી બોલાઈ હતી. ભંડોળ માટે તેમને રોકાણકારની જરૂર હતી. જરૂરી ભંડોળની વ્યવસ્થા એવેન્જીલીના સ્કોર્બીટ કરવાની હતી. ઉદારદીલ સ્ત્રી યુરોપીયન હતી પણ આવા અભૂતપૂર્વ સાહસમાં તે અમેરિકાને મદદરૂપ થઈ રહી હતી. ચાત્રા પછી પ્રમુખ બાર્બીકેન અને કેપ્ટન નીકોલને ખૂબ ખ્યાતિ મળી હતી, ત્રીજી પણ એક વ્યક્તિ હતી, જેના પ્રદાનને આ બંને કરતાં સહેજ પણ ઓછું ન આંકી શકાય. તે હતા જે. ડી. માન જે. ટી. માસ્ટન ગન ક્લબના કાર્યકારી સેક્રેટરી હતા. ચંદ્રયાત્રા માટે જરૂરી ગાણીતિક ગણતરીઓ બધી જે. ટી. માસ્ટને જ કરી હતી. તેમની ફૉર્મ્યુલાઓ વિના અભિયાનની કલ્પના પણ કરી શકાય તેમ ન હતી. આ સફરમાં પોતે પણ યાત્રી તરીકે જોડાય તે જરૂરી હતું પણ યુદ્ધમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને શારીરિક રીતે અક્ષમ બન્યા હતા.
આવી મર્યાદાને કારણે તે યાનમાં યાત્રી તરીકે ચંદ્રની સફર ખેડી શક્યા ન હતા. એ બાબતનો તેમને ખૂબ જ અફસોસ હતો.


ચંદ્રયાત્રા દરમિયાન તેઓ રોકી પર્વતમાળાના શિખર લોન્ગ પીક પ૨ હાજર હતા. મોટા દૂરબીન દ્વારા પાનની સમગ્ર સફર ઉપર તેમની ચાંપતી નજર હતી. ચંદ્રયાત્રામાં મુખ્ય બે ભય હતા. પહેલો ભય હતો કે યાન સદાને માટે અવકાશની અનંત યાત્રાએ ન જતું રહે. બીજી સંભાવના એ હતી કે ચંદ્રના ચકરાવા સમયે જો ચંદ્ર પોતાનાં ગુરુત્વાકર્ષણના જોરે યાનને કેદ કરી દે તો તે
કાયમને માટે ચંદ્રનો ઉપગ્રહ બને તેમ હતું. બંને સ્થિતિમાં યાત્રીઓ પૃથ્વી પર પાછા ફરી શકે તેમ ન હતું, પરંતુ જે. ટી. માસ્ટનની ગણતરી એકદમ ચોક્કસ હતી. યાન ચંદ્રનો ચકરાવો લઈ પાછું પૃથ્વી પર પરત ર્યું હતું. 5,76,000 માઈલની ઝડપે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું અને પેસિફિકમાં ઉતરાણ કર્યું હતું. ત્યાં અમેરિકી નૌકાદળની ફ્રિગેટે યાત્રીઓને બચાવ્યા હતા. યાન પૅસિફિકની સપાટી પર ઊતર્યું તેની જાણ પણ માસ્ટને જ કરી હતી. યાન મહાસાગરની સપાટી પર તરતું રહ્યું હતું. તેના યાત્રીઓને બચાવવા નૌકાદળનું
જહાજ આવે ત્યાં સુધી બાર્બીકેન, નીકોલ અને માઇકલ અરદાને બૉર્ડ ગેમ રમી સમય પસાર કર્યો હતો.

જે. ટી. માસ્ટનને આ અભિયાન માટે પૂરતું સન્માન મળે તે જરૂરી હતું. યુદ્ધમાં એક હાથ ગુમાવવાને કારણે તેમણે ધાતુનો નકલી હાથ નંખાવ્યો હતો. તેમની ઉંમર અઠ્ઠાવન વર્ષ હતી. દેખાવે આકર્ષક ન હોવા છતાં તેમનું મગજ ઈશ્વરની વિશિષ્ટ ભેટ હતી. તેઓ તેમના સમયગાળાના શ્રેષ્ઠ ગણીતશાસ્ત્રી હતા. વિશ્વમાં કોઈ તેમની તોલે આવી શકે તેમ ન હતું. તેમની આ વિશિષ્ટતાને કારણે જ એવેન્જીલીના સ્કોર્બીટ તેમની તરફ આકર્ષાયાં હતાં. સ્કોર્બીટનું આ અભિયાનમાં રોકાણ કરવાનું કારણ માસ્ટન તરફનો વિશેષ લગાવ પણ કહી શકાય. શ્રીમતી સ્કોર્બીટનું ગણીત માસ્ટન જેવું ન હતું, પણ તેમને આ ગણિતશાસ્ત્રી પ્રત્યે વિશેષ લાગણી હતી. તેમનું ગણિત બહુ સાદું હતું કે તે બંને એકબીજા માટે જ બન્યાં છે. તેથી તેઓ માસ્ટનની બધી વાતો માનતાં. સ્કોર્બીટની માસ્ટન પ્રત્યેની પ્રેમની લાગણી એકતરફી હતી. માસ્ટનને માત્ર ગણિતમાં રસ હતો. તેમને પ્રેમ ક્ષુલ્લક બાબત લાગતી હતી. તેમને તેમની ગણતરીઓથી જ વધુ પ્રેમ હતો. શ્રીમતી સ્કોર્બીટ પણ યુવાન ન હતાં. તેમની ઉંમર 45 વર્ષ હતી. તેમનાં વાળ લાંબા હતા. તે હંમેશાં હેરડાઈથી રંગેલા રહેતા. તેણીના દાંત ખૂબ મોટા હતા. તેમની કમર પણ અન્ય સ્ત્રીઓ જેવી સુડોળ ન હતી, બેઢંગી રીતે વધી પડેલી હતી. તેમની ચાલ પણ અન્ય સ્ત્રીઓ જેવી મોહક ન હતી. ટૂંકમાં દેખાવે તેઓ જરા પણ આકર્ષક ન હતાં. તેઓ લગ્ન બાદ થોડાં જ વર્ષોમાં વિધવા બન્યાં હતાં. તેણીનો સ્વભાવ ખૂબ સારો હતો. તેમને કોઈ વસ્તુની કમી ન હતી. પણ એક જ ઇચ્છા અત્યારે પૂરી કરવા તેઓ તડપી રહ્યાં હતાં. સ્કોર્બીટ બાલ્ટીમોર ગનક્લબમાં શ્રીમતી માસ્ટન તરીકે જોડાવા ઇચ્છતાં હતાં. સ્કોર્બીટ ધનવાન હતાં પણ એટલાં બધાં નહીં. તેમની સંપત્તિ ચાલીસ લાખ ડૉલર અથવા 200 લાખ ફ્રાંક જેટલી હતી. તેઓને ન્યૂ યૉર્કની ફીફ્ટ એવેન્યુ હોટલમાં યોજાયેલી ધનકુબેરોની પાર્ટીમાં આમંત્રણ મળ્યું ન હતું. આ પાર્ટીમાં એવી જ વ્યક્તિઓને નિમંત્રણ હતું, જેમની સંપત્તિ 50 લાખ ડૉલરથી વધુ હોય. સ્કોર્બીટને આ સંપત્તિ તેમના પતિના મૃત્યુ બાદ વારસામાં મળી હતી. તેણીના પતિ જ્હૉન સ્કોર્બીટ સૂકા માંસના ધંધામાં મોટી સફળતા મેળવી હતી. શ્રીમતી સ્કોર્બીટ ગનક્લબના ઉત્તર ધ્રુવ ખરીદવાના અભિયાનમાં રોકાણકર્તા તરીકે જોડાવાનું મુખ્ય કારણ જે. ટી. માસ્ટન હતા. તેણીને માસ્ટનથી પ્રેમ હતો. તેથી ગમે તેટલું રોકાણ કરવા તે તૈયાર હતાં.


ગનક્લબના સભ્યોનો ઉત્તર ધ્રુવની ખરીદીનો ઉદ્દેશ શું હતો તેની જાણ તો શ્રીમતી સ્કોર્બીટને પણ ન હતી. તેમણે તો માત્ર જે. ટી. માસ્ટન આ પ્લાનમાં જોડાયેલા છે એટલું જાણીને જ નાણાંનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. સ્કોર્બીટને વિશ્વાસ હતો કે જે. ટી. માસ્ટન જે અભિયાનમાં જોડાયા હોય, તે શ્રેષ્ઠ અને વિશિષ્ટ જ હોવાનું.
હરાજી બાદ ઉત્તર ધ્રુવીય વર્તુળના માલિકી અધિકારો જ્યારે બાર્બીકન ઍન્ડ કંપનીને નામે થયા, ત્યારે શ્રીમતી સ્કોર્બીટ વધુ ઉત્સાહમાં આવી ગયાં હતાં. અત્યાર સુધી આ બોલીમાં N.P.P.A. તરફથી ફ્રોસ્ટર બોલી લગાવી રહ્યા હતા. બાર્બીકન ઍન્ડ કંપનીમાં સ્કોર્બીટ સૌથી મોટા સ્ટોક હોલ્ડર હતાં/આમ, શ્રીમતી સ્કોર્બીટ ઉત્તર ધ્રુવીય વર્તુળની માલકીન બની ગયાં હતાં. 84° ઉત્તર અક્ષાંશને પેલે પારનો પ્રદેશ તેણીના આધિપત્યમાં આવ્યો જરૂર હતી, પણ તેનું શું કરવું તેનો કંઈ જ ખ્યાલ તેમને ન હતો. 84° અક્ષાંશને પેલે પાર તેણી જઈ શકે એમ પણ ન હતું. આ વિસ્તારને ખરીદી કંપની કેવા પ્રકારનો લાભ લેવા ઇચ્છતી હતી? શ્રીમતી સ્કોર્બીટ લાભ અંગેની પૂછપરછ રોકાણ કર્યા પૂર્વે જ કરી લેવી. જરૂરી હતી. પણ તેમણે રોકાણ ક્યાં વેપારી લાભના ઉદ્દેશથી કર્યું હતું?! તેમના રોકાણનું કારણ મિસ્ટર માસ્ટન પ્રત્યેનો પ્રેમ હતો.
જીન જેક્સ નામના પત્રકારે એક અખબારમાં બાર્બીકેન કંપની દ્વારા ઉત્તર ધ્રુવની ખરીદી અંગે જણાવ્યું હતું કે, “આ કોઈ મોટો પ્લાન હોવો જોઈએ. માનવજાતિના ઇતિહાસમાં આટલું મોટું સાહસ ક્યારેય નહીં ખેડાયું હોય, એવું આ સાહસ છે. ઉત્તર ધ્રુવની ખરીદી બાદ જે કંઈ થશે તે ચંદ્ર ફરતે યાન મોકલવાના મિશન કરતાં ક્યાંય મોટું હોવું જોઈએ.’’

ઉત્તર ધ્રુવની ખરીદી બાદ શ્રીમતી સ્કોર્બીટ અતિ ઉત્સાહમાં હતાં. તેમણે મિસ્ટર માસ્ટન પાસે તેની ખરીદીનો ઉદ્દેશ અને હવે પછીના આયોજન અંગે માહિતી માંગી. પણ મિસ્ટર માસ્ટને કંઈ જ જણાવ્યું નહીં. વાત ફગાવતાં તે બોલ્યા,
ડીયર મૅડમ, ધીરજ રાખો… સમય આવતા બધી જાણ તમને થઈ જશે.” “શું હજી મને ઉત્તર ધ્રુવની ખરીદીનો ઉદ્દેશ નહીં જણાવો?” શ્રીમતી સ્કોર્બીટ સ્મિત આપતાં મિ. માસ્ટનને પૂછ્યું.
“સમય આવતા તમને બધી જાણ કરાશે..” મિસ્ટર માસ્ટને પોતાનાં ભાગીદારનો હાથ મિલાવતાં કહ્યું.
મિસ્ટર માસ્ટનના આશ્વાસનથી શ્રીમતી સ્કોર્બીટને સંતોષ થયો. થોડા દિવસો બાદ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી જવાનો હતો. જ્યારે કંપની પોતાનાં રહસ્યમય અભિયાનને પાર પાડવા નાણાં માટે જાહેર ભરણું લાવવાની
શું સોસાયટીએ ઉત્તર ધ્રુવની ખરીદી તે વિસ્તારમાં રહેલા કોલસાના જથ્થાને મેળવવા કરી હતી!!

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!