GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઘર પર જ બનાવો પંજાબી સ્ટાઈલથી ‘દાલ મખની’, માણો રેસ્ટોરાં જેવો ચટાકેદાર સ્વાદ

વાત જ્યારે તીખુ-મસાલેદાર ખાવાની થઈ રહી હોય ત્યારે દિલમાં સૌથી પહેલા નામ પંજાબી ડિશનુ જ આવે છે. જી હાં ચટપટુ ખાવાના શોખીન લોકો ઘણીવખત પંજાબી ફૂડ વધારે પસંદ કરે છે. પછી ભલે તે છોલે ભટૂરે હોય કે, દાલ મખની. દલ મખની પંજાબની પ્રિય રેસીપી છે. જ્યારે મસાલાવાળી ગ્રેવીમાં જ્યારે મખની રાજમાં જ્યારે જીભ પર ઓગળી જાય છે, ત્યારે આત્મા સંતુષ્ટ થઈ જાય છે. આ રેસિપી સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીન અને ફાયબરથી ભરપૂર છે. તો ચાલો આજે ઘરે જ બનાવીએ રેસ્ટોરાં જેવી પંજાબી ‘દાલ મખની’

જરૂરી સામગ્રી

  • રાજમા 2 ટીસ્પૂન (આખી રાત પલાળેલા)
  • મીઠું- એક ચપટી
  • લાલ મરચું પાવડર- 1 ચમચી
  • આદુ- 2 ઇંચનો ટુકડો
  • માખણ- 4 ચમચી
  • સૂર્યમુખીનું તેલ- 1 ચમચી
  • ડુંગળી- 1 મોટી (નાનુ કાપેલી)
  • લીલા મરચા- 2
  • ટમેટાની પ્યૂરી- અડધો કપ
  • ગરમ મસાલા પાવડર- 1 ચમચી
  • ફ્રેશ ક્રીમ- ½ કપ
  • અડદ દાળ- અડધો કપ (આખી રાત પલાળેલી)
  • આદુની પેસ્ટ- અડધી ચમચી
  • લસણની પેસ્ટ- અડધી ચમચી

દાલ મખની બનાવવાની રીત

  • અડદની દાળ અને રાજમાને આખી રાત 3 થી 4 કપ પાણીમાં પલાળીને રાખી દો.
  • સવારે આ દાળમાંથી પાણી કાઢી તેમાં 4 કપ પાણી, મીઠુ અને આદુનો અડધો ટુકડો મિક્સ કરી લગભગ 15 મિનિટ માટે પ્રેશર કુકરમાં બાફી લો.
  • જ્યારે સ્ટીમ નિકળી જાય તો કુકરનુ ઢાંકણ ખોલીને રાજમા જ્યાં સુધી નરમ થઈ જાય ત્યાં સુધી તેને ધીમા તાપ પર પકાવો.
  • હવે દાળ અને રાજમાના મિક્સરમાં ક્રીમ નાખો અને એક પેનમાં માખણ ગરમ કરી તેમાં બચેલી આદુ-લસણની પેસ્ટ અને ટમેટા નાખો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાઈ કરો.
  • બાદમાં તેના લીલા મરચા, ટમાટરની પ્યૂરી નાખી સતત ચલાવતા રહો. લાલ મરચુ પાવડર નાખી સારી રીતે મીક્સ કરો જ્યાં સુધી તેલ ઉપર ન આવે.
  • જો દાળ વધારે ઘાટી થઈ જાય તો તેમાં થોડુ પાણી નાખી દો. હવે ગરમ મસાલો પાવડર અને મીઠુ નાખો અને ધીમી તાપ પર દાળને પાકવા દો. તો તૈયાર છે તમારી દાલ મખની. હવે થોડુ ક્રીમ અને માખણ નાખી સજાવો અને ગરમ ગરમ સર્વ કરો.

READ ALSO

Related posts

આર્મિ ચીફ ઉપયોગ કરતા દેખાયા પર્સનલ એર સેનિટાઈઝર, કેવી રીતે કરે છે આ કામ

Karan

શ્રેય અગ્નિકાંડ : આગના વિકરાળ થવા પાછળ અનેક સવાલો, AMC,FSL અને ઇલેક્ટ્રિકલ તથા ફાયર વિભાગના રિપોર્ટ પર સૌની નજર

Nilesh Jethva

સુશાંત સાથે મળીને બનાવેલી કંપની રિયાએ શા માટે છોડી? ઇડીનો કર્યો મોટો સવાલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!