GSTV

પંજાબ: નવજોત સિંહ સિદ્ધુની શુક્રવારે થશે અધ્યક્ષ પદ પર તાજપોશી, CM અમરિંદરને અપાશે આમંત્રણ

સિદ્ધુ

Last Updated on July 21, 2021 by pratik shah

પંજાબા કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધૂ અને ચાર અન્ય કાર્યકારી અધ્યક્ષ તરફથી સીએમ કેપ્ટન અમરિન્દરની સાથે વિવાદ ઉકેલવા માટેની કોશિશ શરૂ થઇ ગઇ છે.. સિદ્ધૂની શુક્રવારે પ્રદેશ પ્રમુખ પદે તાજપોશી કારશે.. જેમાં માટે તેઓ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહને આમંત્રિત કરશે.. નિમંત્રણ પત્રની રૂપરેખા પણ તૈયાર કરી લેવાઇ છે.. સિદ્ધૂ તથા સુનીલ જાખડ સહિત અન્ય અધ્યક્ષોએ હસ્તાક્ષર કરી દીધા છે.. જેને કેપ્ટનને મોકલાશે. સુનિલ જાખડનું કહેવું છે કે કેપ્ટન સિદ્ધૂને માફ કરી દેશે.

સિદ્ધુ

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધ્ધુએ શક્તિ પ્રદર્શન કર્યુ છે. આજે સિધ્ધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો તેમના ઘરે પહોંચ્યા હતા. બીજી તરફ સીએમ કેપ્ટન અ્મરિન્દરસિંહ સિધ્ધુ અગાઉ તેમની સામે કરેલા નિવેદનો માટે માફી માંગે તે વાત પર અડેલા છે ત્યારે આજે ધારાસભ્યોએ કહ્યુ હતુ કે, સિધ્ધુએ માફી માંગવાનો કોઈ મુદ્દો જ નથી. ઉલટાનુ લોકોના કેટલાક મુદ્દાઓ એવા છે જેનુ સમાધાન કેપ્ટને કર્યુ નથી. આ માટે તેમણે માફી માંગવી જોઈએ.

સિધ્ધુના અધ્યક્ષ બન્યા બાદ કેપ્ટનની છાવણીના ધારાસભ્યો સિધ્ધુ તરફ જઈ રહ્યા છે. અમરિન્દર સિંહના નિકટના ધારાસભ્યો પણ સિધ્ધુના પક્ષમાં જઈ રહ્યા છે. બીજી તરફ કેપ્ટન પોતાના જૂથની તાકાત વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

કોંગ્રેસી હાઈકમાન્ડે સિધ્ધુને કોંગ્રેસ અધ્યક્ષ બનાવીને તેમની તરફેણ કરી છે પણ કેપ્ટન હાર માનવા તૈયાર નથી. કેપ્ટન અમરિન્દરસિંહે નિવેદન કર્યુ છે કે, જ્યાં સુધી સિધ્ધુ અગાઉ કરેલા નિવેદનો માટે માફી નહી માંગે ત્યાં સુધી સિધ્ધુ સાથે મુલાકાતનો સવાલ જ ઉભો થતો નથી.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!