GSTV

રિકવરી રેટમાં વાહવાહી લેતી રૂપાણી સરકાર દેશમાં આ નંબરે, પંજાબ ટોચના ક્રમે

કોરોના

કોંગ્રેસ શાસિત પંજાબ રાજ્યમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ સમગ્ર દેશમાં ટોચક્રમે છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પંજાબમાં કોરોના દર્દીને ઉત્તમ સારવાર મળી રહે છે તેથી તેનો રિકવરી રેટ ઉંચો છે. દર્દીઓની હેલ્થકેરમાં પંજાબની અમરજીતસિંઘની સરકારે સારૂં કામ કર્યું છે. પંજાબમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1898 પર પહોંચી છે જે 92.13 ટકાનો રિકવરી રેટ દર્શાવે છે.

મધ્યપ્રદેશમાં 3408 દર્દીઓ રિકવર થયાં

આંધ્રપ્રદેશમાં પણ 1856 દર્દી રિકવર્ડ થયાં છે અને આ રાજ્યનો રેટ 64.74 ટકા છે. ઉત્તરપ્રદેશમાં રિકવરી રેટ 56.44 ટકા છે અને અત્યાર સુધીમાં 3538 દર્દીઓ સાજા થયાં છે. રાજસ્થાનમાં પણ 3848 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યએ 54.75 ટકાનો રિકવરી રેટ પ્રાપ્ત કર્યો છે. ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં 3408 દર્દીઓ રિકવર થયાં સાથે 51.13 ટકાનો રિકવરી રેટ છે.

રિકવરી રેટમાં મહારાષ્ટ્ર પાછળ છે

તામિલનાડુમાં 8324 દર્દીઓ સાથે રિકવરી રેટ 51.13 ટકા છે. દિલ્હીમાં 640 દર્દીઓ સાજા થયાં છે અને 48.74 ટકા રિકવરી રેટ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતમાં 6412 દર્દીઓ સાજા થયાં છે અને રિકવરી રેટ 54.61 ટકા જોવા મળ્યો છે. રિકવરી રેટમાં મહારાષ્ટ્ર પાછળ છે. આ રાજયમાં રિકવરી રેટ 19.6 ટકા છે, જો કે સૌથી વધુ 14600 દર્દીઓ સાજા થયાં છે. બીજી તરફ આખા ભારતમાં 57721 દર્દીઓ સાજા થયા છે અને 41.57 ટકા રિકવરી રેટ જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

કોરોના/ દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો: 62 જિલ્લામાં 100થી પણ વધુ કેસ, મોદી સરકારે કહ્યું હળવાશથી ના લેશો

Zainul Ansari

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

ફફડાટ/ આગામી ચારથી છ અઠવાડિયામાં વર્તમાન આંકડા કરતા ચાર ગણા હશે કેસ, આ દેશમાં જાહેર થઈ ચેતવણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!