GSTV
India News ટોપ સ્ટોરી

આપની આગેકૂચ / રાજ્યસભા બેઠકો પર આમ આદમી પાર્ટીનું ક્લીન સ્વીપ, પાંચેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

આપ

પંજાબમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાસલ કર્યા પછી ફરી એકવાર આમ આદમી પાર્ટીએ પોતાનો પરચમ લહેરાવ્યો છે. રાજ્યમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં આપ સરકારના પાંચેય ઉમેદવારે બિનહરીફ ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ રાજ્ય સભા માટે ગુરુવારે 3 કલાક સુધી નામાંકન પરત ખેચવાનો દિવસ હતો.

આપ

આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં દિલ્હીના રાજિંદર નગર નિધાનસભાથી ધારાસભ્ય રાઘવ ચડ્ઢા, ક્રિકેટર હરભજનસિંહ, સંદીપ પાઠક, સંજીવ અરોરા અને અશોક મિત્તલને ઉમેદવાર બનાવ્યા હતા.

બીજી તરફ રાજ્યસભા માટે પાંચેય બેઠકો પર કોઈ અન્ય રાજકીય પક્ષે પોતાના ઉમેદવાર ઉતાર્યા નહતા. આવી સ્થિતિમાં તકનીકી રીતે AAP ઉમેદવાર વોટિંગ વિના બિનહરીફ જીતી ગયા છે. જોકે સત્તાવાર જાહેરાત 31 માર્ચના રોજ થશે. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો પર જીત મેળવી હતી.

આપ

પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની આ જીત પછી હવે આપ પાર્ટીના 8 સાંસદ થઈ ગયા છે. જેમા દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીના 3 સાંસદ પહેલાથી જ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગૃહ પ્રધાને બોલાવી ઇમરજન્સી બેઠક! રાજસ્થાન માં બનેલી ઘટના બાદ પોલીસ વિભાગને કરાયું એલર્ટ, ઉચ્ચ અધિકારીઓ જોડાયા

pratikshah

તોળાતુ સંકટ/ કોરોના સંક્રમણને લઇને ગુજરાત સહિત 14 રાજ્યોમાં વધી ચિંતા, કેન્દ્ર સરકારે જાહેર કર્યુ એલર્ટ

Karan

રાજકીય સંકટ વચ્ચે ગુવાહાટીના કામાખ્યા મંદિરના દર્શને પહોંચ્યા એકનાથ શિંદે, ફ્લોર ટેસ્ટમાં સામેલ થવા આવશે મુંબઇ

Bansari Gohel
GSTV