GSTV
India News ટોપ સ્ટોરી

અમૃતપાલની ધરપકડ થશે? / મોહાલીમાં ખુલ્લી તલવારો લઈને રસ્તા પર ઉતર્યા નિહંગ, મોહાલીમાં એરપોર્ટ રોડ કર્યો બ્લોક

પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહની ધરપકડ થવાનો વિરોધ મોહાલીમાં જોવા મળ્યો છે. જોકે, અમૃતપાલના 78 સાથિયોની અલગ-અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે. બીજી તરફ અમૃતપાલની ધરપકડ થશે તેના વિરોધમાં મોહાલીમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ચંદીગઢ-મોહાલી બોર્ડર પર ઈન્સાફ મોર્ચમાં હાજર સેંકડો નિંહગો લોકો તલવાર અને ડંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે સ્થિતિ વધુ તંગદિલીમાં ફેલાઈ તે માટે સુરક્ષાના ભાગરૂપે ઈન્ટનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તેમજ અમુક જિલ્લામાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.

નિહંગોએ મોહાલીમાં એરપોર્ટ રોડ બ્લોક કર્યો

બીજી તરફ મોહાલીમાં અમૃતપાલની ધરપકડનો વિરોધ શરૂ થયો છે. ચંદીગઢ-મોહાલી બોર્ડર પર ઈન્સાફ મોરચામાં હાજર લગભગ 150 નિહંગ હાથમાં તલવારો અને લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને અમૃતપાલને છોડાવવાના નારા લગાવતા ચંદીગઢ તરફ આગળ વધવા લાગ્યા છે તેમજ જ્યારે અટકવવામાં આવ્યા તો એરપોર્ટ રોડ બ્લોક કરી દીધો. પંજાબ પોલીસના જવાનોએ તેમને ઘેરી લીધા હતા.

પંજાબમાં ઈન્ટરનેટ બંધ

પંજાબમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમૃતપાલની ધરપકડના પગલે તંગદિલી ના સર્જાઈ તે માટે નેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પંજાબભરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અને ડોંગલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની સ્થિતિ બગડે નહીં જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પંજાબ પોલીસે ટ્વીટ કર્યું કે પંજાબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે.

કોણ છે અમૃતપાલ સિંહ

ખાલિસ્તાની દળોને એકજૂથ કરનાર અમૃતપાલ સિંહ પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામનું સંગઠન ચલાવે છે. આ સંગઠનની રચના અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ કરી હતી. 15 ફેબ્રુઆરી 2022ના રોજ એક માર્ગ અકસ્માતમાં દીપ સિદ્ધુનું અવસાન થયું ત્યારપછી થોડા મહિના પહેલા દુબઈથી પરત આવેલા અમૃતપાલ સિંહે આ સંગઠનની કમાન સંભાળી અને વડા બન્યો. ખેડૂત આંદોલનમાં પણ રસ દાખવ્યો. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઈટ બનાવવામાં આવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલ 2012માં દુબઈ ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો. તેના મોટાભાગના સંબંધીઓ દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV