GSTV
India News ટોપ સ્ટોરી

પોલીસનું ઓપરેશન જારી / ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના 78 સમર્થકોની ધરપકડ, અમૃતપાલ ફરાર

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સહિતના સમર્થકો સામે શરૂ કરાયેલા કાર્યવાહીના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ‘વારિસ પંજાબ દે’નો વડા અમૃતપાલ હજુ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે. બીજી તરફ અમૃતપાલની ધરપકડના ભણકારાના વિરોધમાં મોહાલીમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ચંદીગઢ-મોહાલી બોર્ડર પર ઈન્સાફ મોર્ચમાં હાજર સેંકડો નિંહગો લોકો તલવાર અને ડંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે સ્થિતિ વધુ તંગદિલીમાં ફેલાઈ તે માટે સુરક્ષાના ભાગરૂપે ઈન્ટનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે તેમજ અમુક જિલ્લામાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.

પંજાબ પોલીસે જણાવ્યું કે, શનિવારે રાજ્યમાં વારિસ પંજાબ દે (WPD) ના તત્વો સામે રાજ્યમાં વ્યાપક કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યું હતું જેમા અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાકને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

પંજાબમાં ઈન્ટરનેટ બંધ

પંજાબમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમૃતપાલની ધરપકડના પગલે તંગદિલી ના સર્જાઈ તે માટે નેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પંજાબભરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અને ડોંગલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની સ્થિતિ બગડે નહીં જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પંજાબ પોલીસે ટ્વીટ કર્યું કે પંજાબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે.

કોણ છે અમૃતપાલ સિંહ

ખાલિસ્તાની દળોને એકજૂથ કરનાર અમૃતપાલ સિંહ પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામનું સંગઠન ચલાવે છે. આ સંગઠનની રચના અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ કરી હતી. 15 ફેબ્રુઆરી 2022ના રોજ એક માર્ગ અકસ્માતમાં દીપ સિદ્ધુનું અવસાન થયું ત્યારપછી થોડા મહિના પહેલા દુબઈથી પરત આવેલા અમૃતપાલ સિંહે આ સંગઠનની કમાન સંભાળી અને વડા બન્યો. ખેડૂત આંદોલનમાં પણ રસ દાખવ્યો. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઈટ બનાવવામાં આવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલ 2012માં દુબઈ ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો. તેના મોટાભાગના સંબંધીઓ દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે.

READ ALSO

Related posts

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja

ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન છુપાવી વિદેશી ભેટની માહિતીઃ ગુજરાત સહિત ભારતમાંથી મળેલી આ ગીફ્ટની માહિતી છુપાવી

HARSHAD PATEL
GSTV