GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING / આખરે અમૃતપાલ સિંહ પોલીસના સંકજામાં, પંજાબ પોલીસની મોટી કાર્યવાહી; ઈન્ટરનેટ સેવા બંધ

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલની નાકોદરથી ધરપકડ કરી છે. અગાઉ અમૃતપાલના છ સહયોગીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારપછી અમૃતપાલ ફરાર થઈ ગયો હતો જેની શોધમાં પોલીસની અનેક ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી રહી હતી. આ સાથે પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે.

પંજાબમાં ઈન્ટરનેટ સેવા બંધ

પંજાબમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમૃતપાલની ધરપકડના પગલે તંગદિલી ના સર્જાઈ તે માટે નેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પંજાબભરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અને ડોંગલ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની સ્થિતિ બગડે નહીં જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ પંજાબ પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પંજાબ પોલીસે ટ્વીટ કર્યું કે પંજાબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે.

કોણ છે અમૃતપાલ સિંહ

ખાલિસ્તાની દળોને એકજૂથ કરનાર અમૃતપાલ સિંહ પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામનું સંગઠન ચલાવે છે. આ સંગઠનની રચના અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ કરી હતી. 15 ફેબ્રુઆરી 2022ના રોજ એક માર્ગ અકસ્માતમાં દીપ સિદ્ધુનું અવસાન થયું ત્યારપછી થોડા મહિના પહેલા દુબઈથી પરત આવેલા અમૃતપાલ સિંહે આ સંગઠનની કમાન સંભાળી અને વડા બન્યો. ખેડૂત આંદોલનમાં પણ રસ દાખવ્યો. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઈટ બનાવવામાં આવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલ 2012માં દુબઈ ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો. તેના મોટાભાગના સંબંધીઓ દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે.

READ ALSO

Related posts

મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ

Kaushal Pancholi

ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ, ATSના કર્મચારીઓની પડતર માંગનો આવી શકે છે નિવેડો

pratikshah

રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે

Kaushal Pancholi
GSTV