GSTV
India Trending

VIDEO: દિકરીને જન્મ આપતા દિયરે ભાભીને હૉકી સ્ટિકથી ફટકારી

પજાંબના પટિયાલામાંથી એક ભયજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને કેટલાક લોકો ઢોર માર મારી રહ્યા છે. સૂત્રોનુસાર, મહિલાને તેનો દેવર અને તેના મિત્રો સાથે મળીને હૉકી સ્ટિકથી મારી રહ્યા છે. આ ઘટના 14 જૂલાઇની છે.  આ ઘટનાનાં બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ મીના છે. તેના લગ્ન દલજિતસિંઘ નામનાં વ્યક્તિ સાથે  લગ્ન થયાં હતા. મીનાએ થોડાંક દિવસ પહેલાં જ એક દીકરીને જન્મ આપ્યો હતો જેને તેનાં સાસરીપક્ષવાળાં અપનાવવાં તૈયાર નથી.

કથિત રીતે મીનાને દહેજ માટે ત્રાસ અપાતો હોવાનું પણ સામે આવ્યું છે. મહિલા તેનાં પતિથી અલગ રહે છે, જ્યાં આવીને તેનાં દેવરે તેની પર હુમલો કરી દીધો હતો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મહિલા નીચે બેઠી  છે અને તેની આસપાસનો સામના વિખરાયેલો છે. મહિલા સતત બૂમો પાડી રહી છે.તેમજ એક વ્યક્તિ તેને હૉકીથી મારી રહ્યો છે.

Watch Video Here

છોકરીના પિતાએ કહ્યુ કે, ”2 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હવે દિકરી થવાને કારણે 7 લાખ રૂપિયા માંગી રહ્યા છે.” હાલમાં પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

Related posts

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV