પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીએ હાલ રાજ્યના સૌપ્રથમ દલિત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે ત્યારે હાલ પદ સંભાળતાની સાથે જ મુશ્કેલીઓના ઘેરામાં આવી ચુક્યા છે. એક તરફ જ્યારે કોંગ્રેસ આંતરિક વાદ-વિવાદ સાથે ઝઝૂમી રહ્યા છે ત્યારે બીજી તરફ ચરણજીતના જૂના વિવાદો ફરી લોકો સમક્ષ આવી રહ્યા છે. મહિલા પંચના અધ્યક્ષે હાલ તેમને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવાના કારણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

NCW એ કરી પદથી હટાવવાની માંગ :
કમિશનના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 ના MeToo આંદોલન દરમિયાન પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય મહિલા આયોગે તેમને આ બાબતે નોટિસ પણ ફટકારી હતી અને તેમને પક્ષમાંથી બરખાસ્ત કરવા માટે ધરણા પણ કર્યા હતા પરંતુ, પંજાબ સરકારે આ મામલે કોઈ જ પગલું ભર્યું ન હતું.
Allegations were levelled against him (Punjab CM Charanjit Singh Channi) during Me Too movement in 2018. The State Women Commission had taken a suo moto cognizance of the matter & the chairperson sat on a dharna demanding his removal but nothing happened: Rekha Sharma, NCW (1/2) pic.twitter.com/7bdF8P6XW8
— ANI (@ANI) September 20, 2021
મહિલાઓની સુરક્ષા માટે ગણાવ્યા ખતરો :
રેખા શર્માએ જણાવ્યું હતું કે, જે પક્ષનું નેતૃત્વ એક મહિલાના હાથમાં છે તે આ બધી બાબતો જાણવા છતાંપણ ચરણજીત સિંહને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવે છે, તે ઘણી આશ્ચર્યજનક બાબત છે. તેમણે જણાવ્યું કે, પંજાબના આ નવા સીએમ મહિલાઓની સુરક્ષા માટે ખુબ જ મોટો ખતરો છે. તે મુખ્યમંત્રી બનવા માટે જરાપણ યોગ્ય વ્યક્તિ નથી. તેમના પાર લાગેલા આક્ષેપ બાબતે તેમના પર તપાસ કમિટી બેસાડવી જોઈએ. હાલ રેખા શર્માએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે ચરણજીતને સીએમ પદ પરથી હટાવવાની માંગ કરી છે.
આ પહેલા ભાજપે પણ એક મહિલા IAS અધિકારીને ખોટો સંદેશ મોકલવા બાબતે MeToo આરોપોનો સામનો કરનાર મુખ્યમંત્રી ચરણજીતને મુખ્યમંત્રીનું પદ સોંપવા બાબતે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને પણ નિશાન બનાવ્યા હતા.તે જ સમયે, પક્ષના નેતા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી હવે કયા મોઢેથી મહિલાઓની સુરક્ષા વિશે વાત કરી શકે છે.
Read Also
- IPL 2022 / ગુજરાત ટાઈટન્સનો શાનદાર વિજય, ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી
- PFIની રેલીમાં બાળકે લગાવ્યા ભડકાઉ નારા, વિડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ
- નેશનલ હાઈવે ઉપર મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના, જાણો શું સુવિધાઓ મળશે
- છેલ્લા 50 વર્ષથી આ જંકશન પર એક પણ ટ્રેન થોભતી નથી, સૌ ડરે છે સફેદ સાડીમાં દેખાતી મહિલાથી
- અમેરિકા સાઉદી અરેબિયા, ઈઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે કરી રહ્યુ છે મધ્યસ્થી