GSTV
Gujarat Government Advertisement

ચેતવણી / પંજાબ નેશનલ બેંકે તેના કસ્ટમર્સ માટે જારી કર્યો અલર્ટ, આ ફ્રોડથી રહો સાવધ

Last Updated on April 18, 2021 by Bansari

તાજેતરમાં બેન્કિંગ ફ્રોડના કેસોમાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને બેન્કો તેનાથી બચવા માટે તેમના ગ્રાહકોને ચેતવણી આપવાનું ચાલુ રાખે છે. જોકે પંજાબ નેશનલ બેંક (પીએનબી)એ અલર્ટ જારી કરી તેના કસ્ટમર્સને સાવચેત રહેવા માટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં બેન્કિંગ ફ્રોડના ઘણાં કિસ્સા સામે આવ્યા છે. આ અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ પણ બેન્કિંગ છેતરપિંડી અંગે એલર્ટ જારી કર્યું હતું. થોડા સમય પહેલા ભારત સરકારે સાઇબર અટેકને લઇ ચેતવણી આપતા એડવાઇઝરી બહાર પાડી હતી.

ફિશિંગ સ્કેમ્સથી સાવધ રહેવા જણાવ્યું

પંજાબ નેશનલ બેંકે ટ્વીટ કરી તેના કસ્ટમર્સને ફિશિંગ સ્કેમથી સાવધ રહેવા માટે જણાવ્યું છે. તેના દ્વારા કસ્ટમર્સને કેટલીક લિંક્સ મોકલવામાં આવે છે, જેને ક્લિક કરવા પર સાયબર ક્રિમિનલ્સ કસ્ટમરના અકાઉન્ટ સુધી પ્રવેશ કરી લે છે. આ પ્રકારની છેતરપિંડીમાં આખું અકાઉન્ટ ખાલી થઈ જાય છે. પંજાબ નેશનલ બેંકે પણ આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટેના કેટલીક રીત જણાવી છે.

ફેક કોલ કરીને માહિતી લઇ રહ્યા છે

બેન્કિંગ ફ્રોડ કરનારાઓ પોતાને બેંકના કર્મચારીની ઓળખ આપી કસ્ટમરને કોલ કરીને અકાઉન્ટ સંબંધિત માહિતી મેળવવા માંગે છે. જે કસ્ટમર્સ આ અંગે જાણતા નથી તેઓ માહિતી આપી દે છે. ત્યારબાદ તેમના ખાતામાંથી ઉચાપત થાય છે. પંજાબ નેશનલ બેંકે જણાવ્યું છે કે કોઈ પણ ગ્રાહકને તેના તરફથી કોલ કરવામાં આવતો નથી. તેથી ફેક કોલ કરનારની સકંજામાં ન આવો.

બચવાની રીત

પંજાબ નેશનલ બેંકે ફ્રોડથી બચવા માટેની કેટલીક રીત જણાવી છે. બેંકનું કહેવું છે કે ઓટીપી, પિન, સીવીવી અને યુપીઆઈ કોઈની સાથે શેર કરશો નહીં. કોઈને પણ ડેબિટ કાર્ડની માહિતી આપશો નહીં. તમારા ફોનમાં બેંકિંગ ડિટેલ્સ સેવ ના કરો. તેની સાથે જ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી વખતે સાવચેત રહો. ઉપરાંત સ્પાયવેરથી બચો. પંજાબ નેશનલ બેંકનું કહેવું છે કે તે કસ્ટમર પાસેથી કોઈ માહિતી માંગતો નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!