GSTV
Gujarat Government Advertisement

દેશમાં Coronaના કેસ 7,500ને પાર, આ રાજ્યમાં 30મી સુધી લૉકડાઉન

લોકડાઉન

Last Updated on April 11, 2020 by Bansari

દેશભરમાં Corona પોઝિટિવ કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. દેશભરમાં લોકડાઉન છતાં Coronaના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. Corona પોઝિટિવ કેસનો કુલ આંકડો ૭,૫૦૦ને પાર થઈ ગયો છે જ્યારે કુલ મૃત્યુઆંક ૨૩૮ થયો હતો. દિલ્હી અને મુંબઈ સહિતના કેટલાક સ્થળો પર Coronaનો પ્રસાર વધ્યો છે ત્યારે ઓડિશા પછી હવે ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવનાર પંજાબ દેશનું બીજું રાજ્ય બન્યું છે. બીજીબાજુ કેન્દ્ર સરકાર આંશિક છૂટછાટો સાથે લોકડાઉન લંબાવવા અંગે વિચારણા કરી રહી છે.

Coronaના વધતા કેર વચ્ચે લોકડાઉન લંબાશે?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૧ દિવસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અંગે રાજ્યો પાસેથી સૂચનો મગાવ્યા છે. ચોક્કસ કેટેગરીના લોકો અને સેવાઓને લોકડાઉનમાંથી આંશિક છૂટ આપવી કે કેમ તે અંગે પણ ગૃહમંત્રાલયે સૂચનો મગાવ્યા છે તેમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. આ સાથે તેમણે સંકેત આપ્યા હતા કે Corona વાઈરસનો પ્રસાર અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બે સપ્તાહ લંબાવવામાં આવે તેવી સંભાવના છે.

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતમાં હજી સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કોઈ સંકેતો જોવા મળ્યા નથી. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ભારતને ‘ક્લસ્ટર કેસો’ની કેટેગરીમાં મૂક્યું હતું, જેને કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી નીચેનો તબક્કો ગણવામાં આવે છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગુરૂવારે ૧૬,૦૦૦થી વધુ લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા, જેમાંથી પોઝિટિવ કેસનો દર માત્ર ૦.૨ ટકા રહ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧.૫ લાખ લોકોના સેમ્પલ ટેસ્ટ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં Coronaથી કુલ ૨૦૬ લોકોના મોત નીપજ્યાં છે અને પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૭૬૧ થઈ છે. જોકે, પીટીઆઈની વિવિધ રાજ્યોની ટેલી મુજબ દેશમાં કોરનાથી કુલ ૨૩૬નાં મોત નીપજ્યાં છે જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા ૭,૦૪૯ થઈ છે જ્યારે ૬૫૦થી વધુ લોકો સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. Coronaના સૌથી વધુ ૧૫૭૪ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે, જેમાંથી ૧,૦૦૦ કેસ એકલા મુંબઈમાં નોંધાયા છે. રાજ્યમાં Coronaથી ૧૧૦નાં મોત નીપજ્યાં છે. ત્યાર પછી તામિલનાડુમાં ૯૦૦થી વધુ કેસ અને દિલ્હીમાં ૭૦૦થી વધુ કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં ૫૦૦ કેસ અને મધ્ય પ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાં ૪૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે જણાવ્યું કે પંજાબમાં ગુરૂવારે નોંધાયેલા ૨૭ પોઝિટિવ કેસ સેકન્ડરી ટ્રાન્સમિશનના કેસ હતા. તેમણે રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ભીતી વ્યક્ત કરી હતી. પરિણામે ઓડિશાએ ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યાના બીજા દિવસે પંજાબે પણ ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. દેશમાં વડાપ્રધાન મોદીએ જાહેર કરેલું ૨૧ દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના શુક્રવારે ૧૭ દિવસ પૂરા થયા હતા ત્યારે વડાપ્રધાન મોદી શનિવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરે તેવી સંભાવના છે.

corona

તામિલનાડુમાં કોરનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા નિષ્ણાતોની એક સમિતિએ મુખ્યમંત્રી કે. પલાનિ સ્વામીને ૧૪મી એપ્રિલ પછી લોકડાઉન બે સપ્તાહ એટલે કે ૩૦મી એપ્રિલ સુધી લંબાવવા ભલામણ કરી હતી.

વધુ સાત જણાએ Coronaને મ્હાત આપી :  અત્યાર સુધીમાં ૩૩ જણા સાજા થયાં

Corona એ લોકોના મનમાં એક પ્રકારનો ડર ઉભો કર્યો છે. લોકોમાં એક સામાન્ય સમજ પ્રવર્તી રહી છે કે Corona એટલે મોત .પણ ખરેખર એવું નથી.ગુજરાતમાં Corona ના કેશો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે માત્ર એક જ દિવસમાં સાત દર્દીઓ સાજા થઈને ઘેર પહોંચ્યા છે. ગુજરાતમાં ૩૩ જણા એ તો Corona સામેનો જંગ જીતી લીધો છે. રાજ્ય આરોગ્ય વિભાગે જ્યાં કેસો વધુ છે ત્યાં ક્લસ્ટર ઝોન  જાહેર કરી ઘેર ઘેર જઈને ટેસ્ટ કરી લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડી સારવાર આપી તેનું પરિણામ રહ્યું છે.

આજે ગાંધીનગરમાં ૮૦ વર્ષના વૃદ્ધ,અમદાવાદમાં ૬૦ વર્ષની મહિલા ,ભાવનગરમાં ૨૭ વર્ષના પુરૂષ અને  પોરબંદરમાં ૪૮ વર્ષની મહિલા ને રજા આપવામાં આવી હતી.

હવે ૮૦ વષય વૃદ્ધ ને હોમ ક્વોરન્ટાઈન  કરાશે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે હવે ૮૦ વર્ષથી વધુની વય ના વૃદ્ધોને સરકારી કવોરન્ટાઈન સેન્ટરમાં લઇ જવાશે નહીં. જો પરિવારના સભ્યો કવોરન્ટાઈંન  ના તમામ નિયમોનો પાલન કરવાની ખાતરી આપશે તો તો વૃદ્ધ દર્દી ને ઘરમાં રખાશે.જો કે દર્દીને અન્ય કોઇ પણ બીમારી નહીં હોય અને ડોક્ટરો સલાહ આપશે તો આ નિયમનો અમલ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!