GSTV

મોદી અને શાહને લાગશે ઝટકો : આ રાજ્યમાં ભાજપનાં સૂપડાં થઈ ગયાં સાફ, કોંગ્રેસે જોરદાર મેળવી જીત

Last Updated on February 17, 2021 by Pritesh Mehta

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની વચ્ચે યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. કોંગ્રેસને તમામ મહાનગર પાલિકાઓમાં જીતવાની રેસમાં છે તો કેટલાકમાં તે જીતી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી, અકાલી દળ અને આમ આદમી પાર્ટી નગર પંચાયત હોય કે મહાપાલિકા બધે જ સૂપડાં સાફ થઈ ગઈ છે.

કોંગ્રેસ

7 મહાનગરપાલિકાઓમાં ભાજપની હાર

પંજાબની 109 નગરપાલિકા, નગર પંચાયત અને 7 મહાનગરપાલિકા માટે થયેલા મતદાનની મતગણતરી ચાલી રહી છે. પંજાબની સાતેય મહાનગર પાલિકામાં ભાજપના સુપડાસાફ થયાં છે.

કોંગ્રેસને મોટી જીત

સ્થાનિક બોડીમાં કોંગ્રેસે મોગા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, પઠાનકોટ, બટાલા અને ભટિંડા મહાનગરપાલિકા જીતી લીધી છે. ભટિંડા નગર નિગમમાં 53 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી છે.

ખેડૂત આંદોલનની અસર

જ્યારે મજિઠિયા મહાનગરપાલિકાની 13માંથી 10 સીટો શિરોમણી અકાલી દળે જીતી છે. તે માટે મતદાન 14મી ફેબ્રુઆરીએ થયું હતું. કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને લઈને રાજ્યમાં ખેડૂતોના પ્રદર્શન વચ્ચે થયેલી ચૂંટણીમાં 71.39% મતદાન થયું હતું. મંગળવારે અનેક બુથો પર ફરીવાર ચુંટણી યોજવામાં આવી. તેના પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે. આ સાથે જ મોહાલી મહાનગરપાલિકાના બુથ નં. 32 અને 33 પર આજે 8 થી 4 વાગ્યા સુધી ફરીથી મતદાન થશે. તેની મતગણતરી ગુરુવારે કરવામાં આવશે.

કોંગ્રેસને મળ્યું જનસમર્થન

દરેક જણ આતુરતાથી પંજાબની સ્થાનિક ચૂંટણીઓનાં પરિણામોની રાહ જોઈ રહ્યું હતું અને પરિણામ શરૂ થતાંની સાથે જ જે અંદાજ હતો એવું જ થયું છે. કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. કેટલીય નગર પાલિકામાં કોંગ્રેસે ક્લિન સ્વિપ મેળવ્યું છે. અકાલી દળના પણ સારા પ્રદર્શન વચ્ચે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

ભાજપના સૂપડા સાફ

ભાજપને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ સરકારમાં મંત્રી રહેલા તિક્ષ્ણ સૂદની પત્ની પણ ચૂંટણી હારી ગઈ હતી. સ્થાનિક ચૂંટણીમાં ભાજપના હાથમાં નિરાશા આવી હોવા પાછળનું કારણ ખેડૂતોનો રોષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેડૂત આંદોલનની સૌથી મોટી અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી છે અને આ ચૂંટણીના પરિણામો પરથી જોવા મળી છે.

ગુજરાત કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ પાઠવી શુભેચ્છા

પંજાબ કોંગ્રેસનું ટ્વીટ

પંજાબ સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય સફળતા બાદ પંજાબ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસની જીત ભાજપ, SAD અને આપને તમાચો છે જે અન્નદાતાની લાગણીઓ સાથે રમત રમી રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!