GSTV

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Last Updated on September 18, 2021 by Pravin Makwana

પંજાબ કોંગ્રેસમાં હજૂ સંકટના વાદળો હટતા નથી. પીસીસી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ને મુખ્યમંત્રી વચ્ચે તિરાડ પડવાની મોટી શક્યતા જોવાઈ રહી છે. આ ઘટના બાદ સીએમ પાસેથી રાજીનામું લઈ લે તેવી પણ વાતો વહેતી થઈ છે. જો કે, તેને લઈને રાજકીય પંડિતો અલગ અલગ દાવા કરી રહ્યા છે. કેમ કે તેની હજૂ સુધી કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. એવુ કહેવાયુ છે કે, સીએમ અમરિંદર પાસેથી રાજીનામું લઈ શકે છે. કોંગ્રેસ હાઈકમાન્ડનું પણ એવુ જ માનવુ છે કે, કેપ્ટન અમરિંદર સિંહ ધારાસભ્ય દળની બેઠકમાં બહુમતનું સન્માન કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્વારા તેમને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવા પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, જો આવી જ રીતે મને નજરઅંદાજ કરવામાં આવશે, તો સીએમ તરીકે મારે બની રહેવુ મુશ્કેલ છે.

બંને જૂથના આવા છે પ્લાન

કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ નારાજ જૂથની કોશિશ છે કે, અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે અને કેન્દ્રીય નિરીક્ષકોની સામે સીએમના ચહેરાને લઈને વોટિંગ કરવામાં આવે. સૂત્રો મુજબ મળતી માહિતી અનુસાર જોઈએ તો, સિદુધ્ ગુટના ધારાસભ્યો અને મંત્રી નવજોત સિંહ સિદ્ધુનું નામ લઈને ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને આગળ ધરી રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહ જૂથની તૈયારી છે કે, કંઈ પણ કરીને મીંટિંગ દરમિયાન ઓછામાં ઓછા 60 ધારાસભ્યોના વોટ તેમના પક્ષમાં પડવા જોઈએ.

READ ALSO

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!