પંજાબ હરિયાણા હાઈકોર્ટે સંગીતકાર વિશાલ દાદલાણી ઉપર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દાદલાણી પર આ દંડ જૈન સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે લગાવ્યો છે. દાદલાણીની સાથે તહસીન પૂનાવાલા ઉપર પણ 10 લાખનો દંડ ફટાકર્યો છે. કોર્ટે દાદલાણી અને તહસીનની સામે 28 ઓગષ્ટ 2016માં અંબાલા દાખલ થયેલી એફઆઈઆરને રદ્દ કરી દીધી છે. અને બંનેને 10-10 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.
સાથે જ હાઈકોર્ટે આ બંનને ચેતવણી આપી છેકે, સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે ભવિષ્યમાં કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં ટિપ્પણી ન કરે. દાદલાણી અને તહસીન ઉપર આરોપ હતોકે, તેમણે જૈન મુનિ તરૂણ સાગરની સામે આપત્તિજનક ટ્વીટ કર્યુ હતુ. તેમણે જૈન મુનિ દ્વારા હરિયાણા વિધાનસભામાં 26 ઓગષ્ટ 2016માં અપાયેલી સ્પિચની મજાક ઉડાવી હતી.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ